33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ મોડાસા રામપાર્ક ચાર રસ્તા નજીક 3 રોમિયોએ મહિલાને બિભસ્ત કોમેન્ટ કરતા યુવકે...

મોડાસા રામપાર્ક ચાર રસ્તા નજીક 3 રોમિયોએ મહિલાને બિભસ્ત કોમેન્ટ કરતા યુવકે ટોકતાં હુમલો કર્યો, બચવા પડેલ યુવકને ગડદાપાટુનો માર

0
224

મોડાસા સહીત અરવલ્લી જીલ્લામાં નવરાત્રી પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી પૂર્ણ થતા પોલીસતંત્ર અને આયોજકોએ હાશકરો અનુભવ્યો હતો મોડાસા શહેરની રામપાર્ક સોસાયટી ચાર રસ્તા પર ઉભેલી મહિલાને જોઈ ત્રણ લુખ્ખાઓએ બિભસ્ત કોમેન્ટ કરતા નજીક ઉભેલા વ્યક્તિએ ઠપકો આપતા લુખ્ખાગીરી પર ઉતરી આવી હાથાપાઈ કરતા નજીકમાં ઉભેલ યુવક વચ્ચે પડતા તેને ગડદા પાટુનો મારમારી માથાના ભાગે ઈજાઓ પહોંચાડી લોકો દોડી આવતા જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ જતા પોલીસે 3 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

મોડાસા શહેરની રામપાર્ક ચાર રસ્તા નજીક બુધવારે સવારે 6 વાગ્યાના સુમારે પસાર થતી એક મહિલા સામે સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારમાં રહેતા સુનિલ મારવાડી, ધવલ મારવાડી, અક્ષય ઉર્ફે અકરી રાણા નામના રોમિયોએ બિભસ્ત કોમેન્ટ કરતા ત્યાંથી પસાર થતા નૈનેશ ભાઈ પટેલ નામના યુવકે ત્રણે શખ્સોને ઠપકો આપતા ચારે ટપોરીને ટપોરતા તેમની સાથે બોલાચાલી કરી ઝગડો કરતા શિવમ પટેલ નામનો યુવક વચ્ચે પડતા ત્રણે લુખ્ખાઓએ અક્ષય પટેલ પર તૂટી પડ્યા હતા અને ગડદા પાટુનો માર મારી માથાના ભાગે ઈજાઓ પહોંચાડતા આજુબાજુથી લોકો દોડી આવતા ત્રણે ટપોરીઓ ફરાર થઇ ગયા હતા

મોડાસા શહેરની લક્ષ્મી સોસાયટીમાં રહેતા શિવમ પિયુષ ભાઈ પટેલે સુનિલ મારવાડી,ધવલ મારવાડી અને અક્ષય ઉર્ફે અકરી રાણા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!