38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : શામળાજી પોલીસે સ્વીફ્ટ કારમાંથી 714 બોટલ દારૂ ઝડપ્યો , બુટલેગર...

અરવલ્લી : શામળાજી પોલીસે સ્વીફ્ટ કારમાંથી 714 બોટલ દારૂ ઝડપ્યો , બુટલેગર અંધારામાં ઝાડી-ઝાંખરામાં છૂ થઇ ગયો

0
259

રાજ્યમાં દારૂબંધીના કડક કાયદાની વાતો વચ્ચે પરપ્રાંતમાંથી દરરોજ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે શામળાજી પોલીસે બાતમીના આધારે સ્વીફ્ટ કારમાંથી 88 હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી અંધારામાં ફરાર થઈ ગયેલ અજાણ્યા કાર ચાલક બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

શામળાજી પોલીસે અમદાવાદ-ઉદેપુર હાઇવે.નં-8 પર વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સઘન પેટ્રોલિંગ હાથધર્યું છે પીએસઆઇ વી.વી પટેલને સ્વીફ્ટ કારમાં રાત્રીના સમયે દારૂની ખેપ થતી હોવાની બાતમી મળતા તાબડતોડ રોડ પર બ્લોકીંગ કરતા દારૂ ભરેલી સ્વીફ્ટ કાર બ્લોક થતા કાર ચાલક બુટલેગર રોડ પર કાર મૂકી અંધારામાં ખોવાઈ ગયો હતો પોલીસે સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ અને બિયર ટીન મળી કુલ નંગ-714 બોટલ કીં.રૂ.88800/-નો જથ્થો,કાર, મોબાઈલ મળી રૂ.2.90 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!