34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ટાઉન પોલીસે શહેરમાં બાઈક ચોરી કરતા મોડાસાના બાઈક ચોરને દબોચી...

અરવલ્લી : ટાઉન પોલીસે શહેરમાં બાઈક ચોરી કરતા મોડાસાના બાઈક ચોરને દબોચી લીધા, ખરીદાર જેલ ભેગો ચોરીના 4 બાઈક રિકવર કર્યા

0

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં બાઈક ચોરીની ઘટનાઓ સતત બનતી રહે છે મોડાસા શહેરમાંથી બાઈક ચોરી કરનાર અઠંગ બાઈક ચોરને અને ચોરીની બાઈક ખરીદનાર શખ્સને દબોચી લઇ ચોરી કરેલ 4 બાઈક રિકવર કરી 75 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

મોડાસા ટાઉન પીઆઈ બી.કે.ભરાઈએ શહેરમાં બાઈક ચોરીના ગુન્હાને અંજામ આપતા ચોર ટોળકીને ઝડપી પાડવા ડી સ્ટાફને માર્ગદર્શન આપતા ડી સ્ટાફે મોડાસા શહેરમાં બાઈક ચોરી કરનાર સદ્દામ ઉર્ફે જુઆલી સાબીરભાઈ મલેકને દબોચી લીધો હતો અને ચોરેલ બાઈક ખરીદનાર રાણાસૈયદ વિસ્તારમાં રહેતા રહીશ મૌલાભાઈ મુલતાનીને ઝડપી પાડી ચોરી કરેલ 75 હજાર રૂપિયાની કિંમતની 4 બાઈક રિકવર કરવામાં સફળતા મળી હતી પોલીસે બાઈક ચોરીના અઠંગ ખેલાડી સદ્દામ ઉર્ફે જુઆલીને ઝડપી પાડતા અન્ય બાઈક ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલાય તો નવાઈ નહીં…?? બંને ચોર સામે ટાઉન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!