36 C
Ahmedabad
Thursday, April 25, 2024

આસોમાં અષાઢી માહોલ : અરવલ્લી-સાબરકાંઠામાં વાતાવરણમાં પલટો, મોડાસા અને વિજયનગર પંથકમાં વરસાદ ખાબક્યો


ચોમાસાની ઋતુ વિદાય લઇ લીધી છે બીજીબાજુ અરવલ્લી -સાબરકાંઠા જીલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવતા આકાશે કાળા ડિબાંગ વાદળો ગોરંભાયા હતા મોડાસા શહેર અને વિજયનગર પંથકમાં વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક છવાઈ હતી વરસાદી ઝાપટા શરૂ થવાની સાથે ખેડૂતો ચિંતિત બન્યા હતા વરસાદી માહોલથી ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની સંભાવના પેદા થઇ છે

Advertisement

મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં શીત લહેર પ્રસરતા અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ હાશકારો અનુભવ્યો હતો હાલ ચોમાસાની ખેતીના લણણીના સમયે મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતો લાચારી અનુભવી રહ્યા છે ખરામાં રહેલી મગફળી અને ખેતરમાં ઉભા કપાસ કાળા પડી જવાથી ખેડૂતોને વ્યાપક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે

Advertisement

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર વિસ્તારોમાં અચાનક એકાએક વાતાવરણમાં પલટો આવ્યો આકાશમાં કાળા ડિબાંગ વાદળો થી બપોર પછી ઘેરાઈ ગયા અને ધૂળ ની ડમરી સાથે પવન ફૂંકાવવા લાગ્યો સાથે ગાજવીજ સાથે વરસાદ કડાકા ભડાકા સાથે આગમન થતા ખેડૂતો નો તૈયાર થયેલો પાક માં નુકશાન થવા ની ચીંતાઓ સાથે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા મકાઈ મગફળી સોયાબીન કપાસ જેવા ખેતી પાક તેમજ ઘાસચારો પણ પલળી જતા મોટું નુકસાન થવા ની ભીતિ સેવાઇ રહી છે હવામાન વિભાગે ચોમાસા ની વિધિવત રીતે વિદાય લીધા ની આગાહી કરી હતી ત્યાંજ નવરાત્રી પૂર્ણ થતાં જ વરસાદી માહોલ સર્જાયો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!