35 C
Ahmedabad
Saturday, April 20, 2024

સ્ટેટ મોનેટરીંગ સેલ ત્રાટકી : અરવલ્લી જીલ્લા પોલીસતંત્રના નાક નીચેથી વાંટડા ટોલપ્લાઝા નજીક ટ્રકમાંથી અધધ 23.68 લાખનો દારૂ ઝડપ્યો


મેરા ગુજરાતે થોડા સમય અગાઉ જીલ્લામાં સ્ટેટ મોનિટરિંગે ધામા નાખ્યા હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો

Advertisement

અરવલ્લી જીલ્લામાં સ્ટેટ મોનેટરીંગ સેલની બાજ નજરથી ત્રણ મહિના બુટલેગરો બચી રહ્યા હતા આખરે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી સ્થાનિક પોલીસને લપડાક

Advertisement

વિધાનસભાની ચૂંટણીના ડાકલા વાગી રહ્યા છે ચૂંટણીમાં દારૂની રેલમછેલ થતી હોવાનું જગજાહેર છે રાજસ્થાનને અડીને આવેલી આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગરો વર્ષે દહાડે કરોડો રૂપિયાનો દારૂ ઠાલવી રહ્યા છે બુટલેગરો માટે સિલ્કરૂટ રતનપુર ચેકપોસ્ટ પરથી મોટા પ્રમાણમાં વિવિધ વાહનો મારફતે અને દારૂની લાઈનથી અધધ દારૂ ઠલવાઇ રહ્યો હોવાની બૂમો ઉઠી હતી સ્ટેટ મોનેટરીંગ સેલે જીલ્લાના વિવિધ માર્ગો મારફતે દારૂની હેરાફેરીની ગંધ આવતા આંટાફેરા ચાલુ કર્યા હતા બુટલેગરો હાથતાળી આપતા ફેરા ઠાલા પડતા હતા આખરે સજ્જડ બાતમીના આધારે અમદાવાદ-ઉદેપુર હાઈવે પરથી ટ્રકમાં વિદેશી દારૂની હેરાફેરી પર રોક લગાવવામાં સફળ રહી હતી

Advertisement

સ્ટેટ મોનેટરીંગ સેલે બાતમીના આધારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના હદમાં આવેલ વાંટડા ટોલપ્લાઝા નજીક ટ્રકમાંથી 23.68 લાખનો દારૂ સાથે ખેપિયાને દબોચી લઇ જીલ્લા પોલીસ તંત્રની અજેન્સીઓ અને મોડાસા રૂરલ અને શામળાજી પોલીસની ઉંઘ ઉડાડી દીધી છે સ્ટેટ મોનેટરીંગ સેલે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી તપાસ મોડાસા રૂરલ પોલીસને સુપ્રત કરી હતી

Advertisement


પ્રાપ્ત માહિતી અનુસાર, સ્ટેટ મોનેટરીંગ સેલના પીએસઆઈ વી.એન.ચૌધરી અને તેમની ટીમે અરવલ્લી જીલ્લામાં ધામા નાખી બાતમીદારો સક્રિય કરી ગુરુવારે રાત્રે શામળાજી-હિંમતનગર હાઇવે પર મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં વાંટડા ટોલપ્લાઝા નજીક ખાનગી વાહનોમાં વોચ ગોઠવી શામળાજી તરફથી આવતી ટ્રકમાંથી વિદેશી દારૂ બોટલ નંગ-12608 કીં.રૂ.23.68 લાખના દારૂ સાથે ટ્રક ચાલક દિનેશ ભગવતીલાલ ડાંગી (રહે,રાજસ્થાન) ને દબોચી લઇ વિદેશી દારૂ, ટ્રક તેમજ મોબાઈલ મળી 34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી તપાસ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ને સોંપી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!