31 C
Ahmedabad
Saturday, April 27, 2024

ગૌરવ યાત્રાનું આગમન : અરવલ્લીમાં વણકર સમાજની ગૌરવ યાત્રા પહોંચતા ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત, મેઢાસણમાં ભવ્ય સ્વાગત


ગાંધીનગર ખાતે નિર્માણ પામનાર વણકર સમાજ ભવનના સામાજિક એકતાના કાર્યને અનુલક્ષીને ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ટ્રસ્ટ આયોજિત અમદાવાદથી તા.18 સપ્ટેમ્બર- 2022ના રોજ ગુજરાત ભ્રમણ માટે નીકળેલી વણકર ગૌરવ યાત્રા આજે અરવલ્લી જીલ્લામાં પહોંચતા ઠેર ઠેર સમાજના આગેવાનો કાર્યકરો, યુવાનો અને બહેનો દ્વારા યાત્રાનું વાજતેગાજતે ઉમળકાભેર ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતુ મેઢાસણ ગામમાં ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત અને સામૈયુ કરવામાં આવ્યું હતું મેઢાસણ ગામના યુવાનો અને બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

Advertisement

ઉત્તર ગુજરાત વણકર પંચ પરગણા મહાસંઘ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા સમાજની એકતા, અસ્મિતાના કેન્દ્ર સમા વણકર સમાજ ભવનના નિર્માણ અને આગામી સમયમાં યોજાનાર તેના ભૂમિપૂજન સમારોહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સમાજને નિમંત્રણ આપવા વણકર ગૌરવયાત્રાનું આયોજન કરાયેલ છે. આ ગૌરવ યાત્રા અમદાવાદથી નીકળી વિવિધ જિલ્લા વિસ્તારમાંથી પસાર થઈ અરવલ્લી જીલ્લામાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં વણકર સમાજના આગેવાનો દ્વારા યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement

મેઢાસણ ગામમાં કુમારિકાઓએ કળશથી અને ગ્રામજનોએ પુષ્પોથી સ્વાગત કરી આવકાર અપાયો
આ પ્રસંગે બહેનો દ્વારા યાત્રા સાથે સામેલ આગેવાનો ર્ડો.અમૃત પરમાર, ધીરૂભાઈ અમીન,હસમુખ સકસેના, દુર્ગશ પ્રણામી, જે.પી.રાજ ગોવીંદ કાપડિયા,જીવણભાઈ, ખાનાભાઈ, જીતેન્દ્ર અમીન, એન.કે. વણકર સહિત અગ્રણીઓને કુમકુમ તિલક કરી ફુલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મેઢાસણ ગામમાં યોજાયેલ જાહેરસભામાં ડો.અમૃત પરમાર અને આગેવાનો દ્વારા વણકર સમાજ ભવનના નિર્માણ અંગે થઈ રહેલી કામગીરી તેમજ યાત્રાના ઉદ્દેશ અંગે જાણકારી આપી આગામી કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી હતી

Advertisement

ભવનના શૈક્ષણિક હેતુ માટે આગેવાને ફાળો આપ્યો
ઉત્તર ગુજરાતના જુદા જુદા 35 જેટલા પરગણાના લાખો વણકર બંધુઓના સાથ સહકાર અને આશીર્વાદથી ભવ્ય સમાજ ભવન ઇમારત નિર્માણ કરી તેમાં થનાર પ્રવૃતિઓ અંગે જાણકારી અપાઈ હતી અને ગુજરાતના બાકી પરગણાઓને સામેલ થવા અનુરોધ કરાયો હતો.આ પ્રસંગે સ્વ.ઇન્દુબેનના સ્વર્ગાસ્થે જશુભાઈ રાઠોડે રૂ.51 હજાર, સ્વ.મંજુલાબેનના સ્વર્ગાસ્થે રણછોડભાઈ વણકરે રૂ.11 હજાર અને સ્વ.દલીબેનના સ્વર્ગાસ્થે તેમના પુત્ર રમણભાઈ અને નવનીતભાઈ રાઠોડે રૂ.11 હજાર ફાળાનો ચેક ચેક મહાસંઘ ટ્રસ્ટને આપ્યો હતો. વણકર ગૌરવ યાત્રાના મેઢાસણ ખાતેના કાર્યક્રમને સફળ બનાવવા જીતેન્દ્ર અમીન, ગણેશભાઈ રાઠોડ,મુકેશ રાઠોડ, દિનેશ વણકર, જયેશ વણકર, કાંતિભાઈ વણકર, ધુળાભાઈ તલાટી, અમૃતભાઈ રાઠોડ , દયાળજી ભાઈ, ધર્મેન્દ્રભાઈ, નવીન.આર.વણકર, કમલેશ વણકર,સહીત સામાજિક કાર્યકરોએ સહયોગ આપ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!