26.6 C
Gujarat
Sunday, August 2, 2026
Home ગુજરાત અરવલ્લી: મોડાસાની ડીપ વિસ્તારની સોસાયટીઓમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી પર સવાલો, રહીશોએ...

અરવલ્લી: મોડાસાની ડીપ વિસ્તારની સોસાયટીઓમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી પર સવાલો, રહીશોએ કેવી રીતે ચાલવું તે સવાલ?

0
184

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે તો બીજી બાજુ વરસાદનું વિઘ્ન  જોવા મળી રહ્યું છે પણ એજન્સી દ્વારા કરવામાં આવતી કામગીરીથી લોકો પરેશાન થઇ ચૂક્યા છે. વરસાદી માહોલ વચ્ચે ચાલતી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીને લઇને શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યા છે. ગુજરાત શહેરી વિકાસ કં.ની. ગાંધીનગર દ્વારા કરવામાં આવતી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી અધ્ધરતાલ જોવા મળે છે અને માત્ર રોજમદાર અને કોન્ટ્રાક્ટર્સ જ આ કામગીરીની દેખરેખ કરી રહ્યા છે. સ્થાનિક લોકો આ કામગીરીથી રોષે ભરાયેલા પણ જોવા મળી રહ્યા છે.

મોડાસા શહેરની ડીપ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં હાલ ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલી રહી છે ત્યારે રસ્તાઓ પર માટી અને કીચડને કારણે રહીશોએ કેવી રીતે ચાલવું તે એક સવાલ છે પણ એજન્સીના કોન્ટ્રાક્ટર્સ અને એન્જિનિયર્સની આવી કામગીરીથી અનેક સવાલો ઉઠી રહ્યા છે.

રસ્તાઓ પર માટીના ઢગલા પણ ન હટાવતા સ્થાનિક લોકોએ કીચડમાં કેવી રીતે ચાલવું તે સવાલ

સ્થાનિક લોકોનું એમ પણ કહેવું છે કે, એન્જિનિયર્સ કામગીરીનું નિરીક્ષણ કરવા ફરક્યા પણ નથી અને ગણતરીને કલાકોમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીમાં પાઈપ મુકી દેવાય છે, કોણપણ લેવલિંગ પણ જોવા મળતું નથી ત્યારે આવી કામગીરીથી કરોડો રૂપિયાનો ધુમાડો એજન્સી કરતી હોવાનું રાવ ઉઠવા પામી છે.

પાલિકાના સત્તાધિશો એકવાર ડીપ વિસ્તારની સોસાયટીની મુલાકાત લઇ એજન્સી સામે કાર્યવાહી કરે તેવી માંગ

મોડાસા નગર પાલિકા દ્વારા એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે. મોડાસાના ડીપ વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટી, દેવભૂમી સોસાયટી સહિત ધુણાઈ રોડ  પરની વિવિધ સોસાયટીમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીથી સ્થાનિક રહીશોએ ક્યાં અને કેવી રીતે ચાલવું તે પણ સવાલો ઉઠી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!