ઝાડ સાથે બાંધવામાં આવેલ યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
પ્રાંતિજ તાલુકાની કાટવાડ ગામની સીમમાં એક વ્યક્તિને લીમડાના ઝાડ સાથે બાંધી માર મારતા મોત નીપજ્યું હતું છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જોકે મળતી માહિતી મુજબ હિંમતનગરના પોલાજપુર ગામના મનહરસિંહ દિલુસિંહ પોતે માનસિક રીતે બીમાર હોય તેઓ રાત્રિ દરમિયાન નવ વાગ્યાની આસપાસ કાટવાડ ગામમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ચેહરસિંહ મકવાણા, પંકજભાઈ માવજીભાઈ ચરપોટ તેમજ અન્ય છ ઈસમો તેમ કુલ આઠ જણાએ મળી મનહરસિંહ ને કાટવાડ ગામની સીમમાં લઈ જઈ લીમડાના ઝાડ સાથે બાંધ્યા હતા અને લાકડી જેવા હથિયારથી તેમને માર માર્યા હતા.
જોકે આ ઇસમો દ્વારા ઢોર માર મરાયો હતો જેને લઈને મનહરસિંહનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો whatsapp ગ્રુપમાં વાયરલ થયો હતો ત્યારે મનહરસિંહના પરિવારને આ વાતની જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ અંગેની જાણ પ્રાંતિજ પોલીસ સ્ટેશનને કરાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલ વિડિયો ના આધારે તપાસ કરતા કાટવાડના આઠ વ્યક્તિઓ દ્વારા લીમડાના ઝાડ સાથે બાંધીને માર મરાયો હોવાનું બહાર આવ્યું હતું. જોકે પોલીસે આ ઘટનાને લઈને તરત આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરી હતી અને કાટવાડ ગામના ચેહરસિંહ સિંહ મકવાણા તેમજ પંકજભાઈ માવજીભાઈ ચરપોટને ઝડપી લીધા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ પ્રાંતિજ પોલીસ કરી રહી છે અને તેમાં અન્ય આરોપીના પણ નામ હોય તો પોલીસે અન્ય આરોપીઓને પણ પકડી પાડવાની ત્યજવી હાથ ધરી છે.