28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ છોટાઉદેપુર: નસવાડીમાં ઈદ-એ-મિલાદના પર્વની ઉજવણી, શહેરના માર્ગો પર જુલુશ

છોટાઉદેપુર: નસવાડીમાં ઈદ-એ-મિલાદના પર્વની ઉજવણી, શહેરના માર્ગો પર જુલુશ

0
176

નસવાડી નગરમાં ઇદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય જૂલુશ યાત્રા કાઢવામાં આવી. તા. 09/10/2022 આજે ઇસ્લામી કેલેન્ડર અનુસાર ત્રીજો મહિનો એટલેકે “રબીઉલ અવ્વલ” ની બારમાં ચાંદ ની તારીખે ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર મોહમ્મદ સાહેબ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનો જન્મ દિવસ દુનિયાભર માં ઉજવવામાં આવી રહ્યો છે, આવા શુભ પ્રસંગે નસવાડી નગરમાં પણ પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત સાથે મુસ્લિમ બિરાદરો દ્રારા નાત શરીફ (ધાર્મિક પઠનો) પઢતાં-પઢતાં જૂલુશ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં નાના બાળકો થી લઈને મોટા મુસ્લિમ બિરાદરોએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો. જૂલુશ યાત્રા પસાર થવા ના માર્ગ ઉપર ઠેર-ઠેર પ્રસાદ માં ચોકલેટ, ઠંડા પીણા, બિસ્કિટ, વગેરે નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!