39 C
Ahmedabad
Thursday, April 25, 2024

ભિલોડામાં ઈદે મિલાદની આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવણી,ભવ્ય જુલુસ નીકળ્યું : મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા


ઈસ્લામ ધર્મના મહાન ધર્મ ગુરૂ પયગંબર હઝરત મોહંમદ (સ.અ.વ.) સાહેબના જન્મ દિન ઈદે મિલાદની ભિલોડા તાલુકા મથક ખાતે શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો.ઈદે મિલાદના પાવન પર્વ નિમિત્તે ભિલોડામાં યોજાયેલા ભવ્ય જુલૂસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ભાગ લીધો હતો.અરવલ્લી જીલ્લા સહિત ભિલોડામાં ઈદે મિલાદ પર્વની ઉજવણીમાં દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Advertisement

ભક્તિ,પ્રાયશ્ચિત્ત,ઈચ્છા,અપેક્ષાઓ નો ત્યાગ,સંતોષ,સત્યતા,ચિંતન, સલાહ,માર્ગદર્શન,આઘ્યત્મિક જ્ઞાન, પ્રેમ,લાગણી,પ્રાયશ્ચિત,ધીરજ,આશ, ભાઈ-ચારાની ભાવના અને એકતાનો સંદેશો ફેલાવનાર ઈસ્લામ ધર્મના સ્થાપક અને મહાન મહંમદ પયગંબર હઝરત મહંમદ સાહેબના જન્મ દિવસની ખુશીમાં ઈદે મિલાદ પર્વ મનાવવામાં આવે છે.ઈદે મિલાદ પર્વ નિમિત્તે હજરત મોહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસની ખુશીમાં મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદ પર્વની શાનદાર રીતે ઉજવણી કરી હતી.મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં જઈ હજરત મહંમદ પયગંબર સાહેબના પવિત્ર બાલ મુબારકના દર્શન કર્યા હતા.ભિલોડા ગામના વિવિધ વિસ્તારોમાંથી ધાર્મિક જુલુસ ડી.જે ના તાલે આનંદ ઉલ્લાસભેર પ્રસ્થાન કરાયું હતું.મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં જોડાયા હતા.

Advertisement

હજરત મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસ અને ઈદે મિલાદુન્નબી નિમિત્તે મુસ્લિમ બિરાદરો ધ્વારા જુલુસ નિકળ્યું મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભિલોડામાં હાથમતી નદી કિનારે મલંગશાહ બાવાની દરગાહ પર નમાજ બાદ સામુહિક ભોજન સમારંભ યોજાયો હતો.હજરત મહંમદ પયગંબર સાહેબનો જન્મ દિવસ,જીવન શાંતિ-ભાઈ-ચારાનો સંદેશ આપે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!