39 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી : લકઝરી બસમાં દારૂની ખેપ નિષ્ફળ બનાવતી શામળાજી પોલીસ, 73 હજારથી વધુના દારૂ સાથે ડ્રાઇવર સહીત ત્રણને દબોચ્યા


બુટલેગરો હવે લકઝરી બસના ચાલક અને ક્લીનરને લાલચ આપી વિદેશી દારૂની ખેપ મારી રહ્યા છે

Advertisement

અરવલ્લી જિલ્લામાં ચાલતી દેશી વિદેશી દારૂની પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા માટે જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા તાબાનાં અધિકારીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.શામળાજી પોલીસે સતત ત્રીજા દિવસે દારૂની હેરાફેરી અટકાવી હતી રતનપુર ચેકપોસ્ટ નજીક લકઝરી બસની ગેલેરીમાં ખોખામાં સંતાડેલ 73 હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી લકઝરી બસના ચાલક, ક્લીનર અને અન્ય એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી લકઝરી બસમાંથી દારૂ ઝડપાતા મુસાફરો સંકટમાં મુકાયા હતા

Advertisement

શામળાજી પીએસઆઇ વિરલ પટેલ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ કરતા રાજસ્થાન તરફથી આવતી લકઝરી બસને અટકાવી તલાસી લેતા ગેલેરીમાં પુંઠાના બોક્સમાં સંતાડેલ 73 હજાર રૂપિયાથી વધુના 480 બિયરના ટીન મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી લકઝરી બસમાં પેસેન્જરની આડમાં દારૂની ખેપ મારી રહેલા ડ્રાઇવર બલ્લુસિંઘ વિજેન્દ્રસિંઘ ગોંડબડાઈ, દીપુ મુન્નાલાલ સાઇકવાર અને વિજય રામસીયા (રહે,મધ્યપ્રદેશ)ને દબોચી લઇ વિદેશી દારૂ,લકઝરી બસ મળી રૂ.8.77 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે શખ્સો તેમજ હેરાફેરીમાં સંડોવાયેલ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!