38 C
Gujarat
Sunday, July 12, 2026
Home રાષ્ટ્રીય મહેસાણાના સાંસદ જુગલજી ઠાકોરને મળી મોટી જવાબદારી, જાણો

મહેસાણાના સાંસદ જુગલજી ઠાકોરને મળી મોટી જવાબદારી, જાણો

0
283

ગુજરાતના વધુ એક નેતાને મળી કેન્દ્રમાં જવાબદારી મળી છે મહેસાણા જિલ્લાથી રાજ્ય સભાના સાંસદ સભ્ય જુગલજી ઠાકોરને OBC વેલફેરના પ્રતિનિધિ તરીકે નિમણુંક થઈ છે ઉલ્લેખનીય છે કે રાજ્યસભાના સાંસદો દ્વારા આજરોજ વોટિંગ કરવામાં આવ્યું હતુ જેમાં 95 મત જુગલજી ઠાકોરને મળ્યા હતા ભારતીય જનતા પાર્ટી તરફથી મહેસાણાના સાંસદ જુગલજી ઠાકોરને મેન્ડેડ મળ્યું હતું ત્યારે આ સમાચાર ને લઈ મહેસાણા જિલ્લા વાસીઓમાં આનંદ છવાયો છે જુગલજી ઠાકોર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનો જાણીતો ચહેરો છે.

જુગલજી મથુરજી ઠાકોરનો જન્મ 15 જાન્યુઆરી 1970ના રોજ થયો હતો જુગલજીને લોકો જુગલ લોખંડવાલા અને ઠાકોર સમાજના ભામાશા તરીકે પણ ઓળખે છે. તો અલ્પેશ ઠાકોર ગુજરાતમાં ઠાકોર સેના બનાવીને સરકારના વિરોધમાં દારૂબંધીને લઇને કેમ્પેઇન ચલાવી રહ્યા હતા, ત્યારે જુગલજી માથુરજી ઠાકોર પણ તેમની સાથે હતા. બાદમાં તેઓ ભાજપમાં જોડાય ગયા હતા. જુગલજીના પિતા મથુરજી ઠાકોર ઠાકોર સમાજમાં શેઠ તરીકે ઓળખાતા હતા. ત્યારે આજરોજ મહેસાણા જિલ્લાથી રાજ્ય સભાના સાંસદ સભ્ય જુગલજી ઠાકોરને OBC વેલફેરના પ્રતિનિધિ તરીકે નિમણુંક થઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!