29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી: મોડાસાની લો કોલેજ ખાતે યુનિવર્સિટીની માંગ સાથે સિગ્નેચર કેમ્પેઇન યોજાયું

અરવલ્લી: મોડાસાની લો કોલેજ ખાતે યુનિવર્સિટીની માંગ સાથે સિગ્નેચર કેમ્પેઇન યોજાયું

0
153

અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોલેજ કેમ્પસ ખાતે યુનિવર્સિટીની માંગ સાથે સિગ્નેચર કેમ્પેઇન યોજાયું હતું. મોડાસાની એન.એસ.પટેલ લો. કોલેજ ખાતે યોજાયેલા સિગ્નેચર કેમ્પેઇનમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓએ યુનિવર્સિટીની માંગ બેનર્સ પર સિગ્નેચર કર્યા હતા. સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના પ્રમુખ નિલેશ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું, જેનું સમર્થન લો કોલેજના આગેવાનો અને વિદ્યાર્થીઓએ કર્યું હતું.

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના નાના-નાના કામકામજ માટે પાટણ સુધી ધક્કા ખાવા પડતા હોય છે ત્યારે ચૂંટણી પહેલા યુવાઓની પણ માંગ ઉઠવા પામી છે કે, યુનિવર્સિટી આપવામાં આવે. વિદ્યાર્થીઓ હવે કંટાળી ગયા છે કે, તેમની પાસે સહનશીલતા રહી નથી કે તેઓ નાના-નાના કામ માટે 200 કિ.મી. ધોખતા-ધોખતા પાટણ જાય.

નેતાઓ માત્ર સ્ટેજ પરથી બોલીને જતા રહે છે પરંતુ તેઓ ઉપર વાત પહોંચાડે છે કે નહીં તે સવાલ છે. થોડા દિવસ પહેલા જાહર મંચ પરથી યુનિવર્સિટીની માંગ કરવામાં આવી હતી, જેના જવાબમાં સાંસદ દીપસિંહ રાઠોડે તે સમય પૂરતું નિવેદન આપીને યુનિવર્સિટી માટે પ્રયાસો કરાશે જોકે હજુ સુધી કોઇ જ પ્રયાસ કે વાતચીત ઉપર સુધી પહોંચી હોય તેવુ લાગતું નથી ત્યારે વિદ્યાર્થીઓની એક જ માંગ ઉઠી છે કે, અરવલ્લી જિલ્લાના સત્વરે યુનિવર્સિટીની માંગ સંતોષવામાં આવે.

આ પહેલા શામળાજી અને મોડાસા બી.એડ. કોલેજ ખાતે યુનિવર્સિટીની માંગ સાથે સિગ્નેચર કેમ્પેઇન યોજાયું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!