29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : બાયડના બસ સ્ટેન્ડ રોડ પર કાર ભડભડ સળગી ઉઠી, સળગતી...

અરવલ્લી : બાયડના બસ સ્ટેન્ડ રોડ પર કાર ભડભડ સળગી ઉઠી, સળગતી કાર રોડ પર દોડતા લોકોમાં નાસભાગ, જુઓ VIDEO

0
236

કારમાં આગ લાગવાની ઘટનાઓ સતત બનતી રહે છે બાયડ બસ સ્ટેન્ડ રોડ પર પસાર થતી કારમાં અચાનક આગ લાગતા કાર ચાલક કારમાંથી નીકળતા ધુમાડા જોઈ ચોંકી ઉઠ્યો હતો કાર રોડ પર ઉભી રાખી ઉતરી જતા કાર ગણતરીના સેકન્ડમાં આગમાં લપેટાતા ખાખ થઇ હતી ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી કારમાં આગ લાગતા લોકોમાં નાસભાગ મચી હતી સદનસીબે જાનહાની ટળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો

બાયડ સંજીવની હોસ્પીટલ સામે રોડ પરથી પસાર થતી કારમાં અગમ્ય કારણોસર આગની લપેટમાં આવી જતા કાર ચાલક સમય સુચકતા વાપરી કાર રોડ પર ઉભી રાખી ઉતરી જતા આબાદ બચાવ થયો હતો કારમાંથી લપકારા મારતી અગન જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવે તે પહેલા ખાખ થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!