36 C
Ahmedabad
Friday, March 29, 2024

અરવલ્લી : સાંસદ નરહરી અમીનની ઉપસ્થિતિમાં મોડાસામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો,3132 લાભાર્થીઓએ લાભ મેળવ્યો


ગરીબ કલ્યાણ મેળા 2022 અંતર્ગત તારીખ 14-15 ઓક્ટોબર 2022ના રોજ રાજ્યમાં 33 જિલ્લા કક્ષાના અને ચાર મહાનગરપાલિકા કક્ષાના મળી કુલ 37 મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.અરવલ્લી જિલ્લા ખાતે માનનીય રાજ્યસભા સાંસદ નરહરિ અમીનની ઉપસ્થિતીમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો

Advertisement

આ કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા કલેક્ટર ર્ડો.નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે અરવલ્લી જિલ્લા ખાતે ગરીબ કલ્યાણ મેળામાં તમામ લાભાર્થી સુધી સીધો લાભ પોહચે તેના માટે જિલ્લા તંત્ર અડીખમ છે.ગરીબ કલ્યાણ મેળાનો ઉદ્દેશ માત્ર સરકારી સહાય આપવાનો નથી પ્રધાનમંત્રીની પ્રેરણાથી ગરીબ કલ્યાણ મેળા થકી ગરીબોના સશક્તિકરણનું આ મહાઅભિયાન છે.

Advertisement

રાજ્યસભા સાંસદ નરહરિ અમીને જણાવ્યું કે,તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગરીબ અને વંચિત લોકોને આર્થિક સશક્તિકરણ માટે 2009-10થી રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળા યોજવાની શરૂઆત કરવામાં આવી હતી.આજે અરવલ્લી જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કરોડોની સહાય આજે લાભાર્થીઓને મળશે.રાજ્ય સરકાર દ્વારા ગરીબોના ઉત્થાન માટે સર્વાંગી કલ્યાણકારી પગલાં લેવાઈ રહ્યા છે.વડાપ્રધાનની મુહિમ આજે સફળ થઈ છે.બેંકમાં ખાતા ખુલવાનું કામ,જનધન યોજના,ખેડૂત સહાય, દરેક યોજનાનો લાભ દરેક સમાજને મળી રહ્યો છે.કોરોના સમયે આરોગ્યની સુવિધાઓ ઉભી કરવામાં આવી.નાગરિકોને પડતી અગવડતા નિવારવા માટે વહીવટી સરળતા ઉભી કરી છે. આવકના દાખલાની મુદત વધારવા, સોગંધનામામાંથી મુક્તિ સહિતની બાબતો તેના ઉદાહરણ છે. તેઓ આદિવાસી વિસ્તારોના વિકાસ માટે સતત ચિંતિત છે.

Advertisement

ગરીબ કલ્યાણ મેળાઓમાં ગરીબ વર્ગના લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ રોજગારી કરવા માટે સાધન સામગ્રી અને કીટ આપવામાં આવે છે..જેમાં સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને સાયકલ સહાય આપવામાં આવી. મહિલાઓને રોજગારી માટે સિલાઈ મશીન આપવામાં આવ્યા. મજૂર અને કારીગર વર્ગને વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલી કિટોનુ સીધું વિતરણ કરવામાં આવ્યું.વેંડર્સને વ્યવસાય કરવા માટે લારી સહિતની વસ્તુઓ આપવામાં આવી.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી કમલ શાહ, ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર આર. એન. કુચારા, અધિક નિવાસી કલેક્ટર એન. ડી. પરમાર અને જિલ્લા પ્રમુખ લાલસિંહ ચૌહાણ તેમજ અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ, બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!