34 C
Ahmedabad
Friday, April 19, 2024

છોટાઉદેપુર: CED ઉધોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમ યોજાયો


વિશ્વ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ અને ઉત્કર્ષ વિકાસ ફાઉન્ડેશન સંસ્થાઓના સહયોગથી CED ઉધોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો

Advertisement

નબળી,આર્થિક સ્થિતિ, ટૂંકા ગાળાનો અભ્યાસ, યોગ્ય માર્ગદર્શન મળી રહે એવાં યુવક- યુવતીઓ પોતાનો ધંધો-રોજગાર પોતે પગભર અને સ્વતંત્ર ઉધોગ સ્થાપી શકે તેવા ઉદ્દેશથી અને આપડા વડાપ્રધાન સાહેબના આત્મનિર્ભર ભારત બનાવવાના સ્વપ્ન સાકાર કરી શકાય તે હેતુથી આ (CED) ઉધોગ સાહસિકતા તાલીમ (ગુજરાત સરકાર દ્વારા સંચાલિત) કાર્યક્રમ, ગ્રામ પંચાયત, નસવાડી હૉલ ખાતે તા: 29/09/2022 થી 14/10/2022 સુધી કાર્યક્રમ ચાલ્યો હતો, જેમાં 30 લાભાર્થીઓએ તાલીમ કાર્યક્રમ ભાગ લીધો હતો જે સફળ રીતે પુર્ણ થયો હતો.

Advertisement

વધુમાં જણાવ્યું હતું કે આ બંને સસ્થા દ્વારા તાલીમાર્થીઓ ને પોતાનો ઉદ્યોગ સરૂ કરી આત્મનિર્ભર ભારત બંને તેવા ઉદે્યથી આ સંસ્થાઓ આવા કાર્યક્રમો કરી રહી છે. જે આખા છોટાઉદેપુર જિલ્લાના જેમાં છેવાડાની મહિલાઓ- પુરુષોઓને ઘર આંગણે આવી તાલીમ મળી રહે, અને પોતાના ઉધોગ સરૂ કરી પોતે આત્મનિર્ભર બંને તેવા ઉદ્દેશથી આ સંસ્થા કામ કરી રહી છે. અને આવનાર સમયમાં પણ લોક જાગૃતિ, રોજગાર મળે લોકોને ફાયદો થાય તેવા તમામ કાર્ય પણ કરશે તેવુ ઉત્કર્ષ વિકાસ ફાઉન્ડેશન સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર ડી.ડી પરમાર સાહેબશ્રી તેમજ વિશ્વ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ના કાર્યકર્તા શ્રીમતી રંજનબેન વસાવા મેડમ એ જણાવ્યું હતું.

Advertisement

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!