32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ મોડાસા રૂરલ પોલીસે ઇકો કારમાંથી 191 બોટલ અને મેઘરજ પોલીસે બાઈક પરથી...

મોડાસા રૂરલ પોલીસે ઇકો કારમાંથી 191 બોટલ અને મેઘરજ પોલીસે બાઈક પરથી 240 બોટલ દારૂ ઝડપ્યો, ચાર બુટલેગરોની ધરપકડ

0
151

અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે મોડાસા રૂરલ પોલીસે ગાજણ ગામ નજીક ઇકો કારમાંથી 36 હજારથી વધુના વિદેશી દારૂ સાથે બે બુટલેગરોને દબોચી લીધા હતા મેઘરજ પોલીસે કાલીયાકુવા નજીક બાઈક પર 26 હજારના શરાબની ખેપ નિષ્ફળ બનાવી બે ખેપિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસા ગ્રામ્ય પીએસઆઈ ચેતનસિંહ રાઠોડ અને તેમની ટીમે ગાજણ ટોલપ્લાઝા નજીક શામળાજી તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરતાં ઇકો કારમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા નાકાબંધી કરી બાતમી આધારીત આવતી ઇકો કારને અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂ,બિયર ટીન નંગ-191 કીં.રૂ.36700/-નો જથ્થો જપ્ત કરી કાર ચાલક કલ્પેશ નારાયણ ગામેતી અને જીગર કાવજી સડાત (બંને.રહે,ભવાનપુર (સામીતેળા-ભિલોડા) ને દબોચી લઈ વિદેશી દારૂ, મોબાઇલ તેમજ કાર મળી રૂ.3.41 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કારમાં વિદેશી દારૂ ભરી આપનાર સતીષ ડામોર (ભવાનપુર) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

મેઘરજ પીઆઈ કે.એસ.ચાવડા અને તેમની ટીમે કાલીયાકુવા બોર્ડર પરથી રાજસ્થાનથી બાઈક પર વિદેશી દારૂ ભરી આવતા સુરદેવીના બુટલેગર સુરેશ ઉર્ફે સૂર્યા સરદાર ડામોર અને રાજસ્થાન સરથુણાના ભવાનસિંહ ઉર્ફે ભલી ભલાજી ડામોરને 26 હજારથી વધુની વિદેશી દારૂની 240 બોટલ સાથે 56 હજારના મુદ્દામાલ સાથે દબોચી લઇ બંને બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!