37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી: વાંકાનેર ગામની સીમમાં કુવામાંથી યુવક-યુવતીનો મૃતદેહ મળતા ચકચાર

અરવલ્લી: વાંકાનેર ગામની સીમમાં કુવામાંથી યુવક-યુવતીનો મૃતદેહ મળતા ચકચાર

0
150

ભિલોડા તાલુકાના વાંકાનેર ગામના સીમ વિસ્તારમાં ખેતરના કુવામાંથી અજાણ્યા યુવક અને યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી અવનવી ચર્ચાઓએ ભારે જોર પકડયું

૨૧મી સદીના હાઈટેક યુગમાં મનુષ્યની સહન શક્તિ ધટતા આત્મહત્યાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે.અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી મૃતદેહો મળવાનો સીલસીલો યથાવત રહેતા જાગૃત પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

ભિલોડા પોલીસ સ્ટેશન પી.એસ.ઓ ચંદુભાઈના જણાવ્યા મુજબ વાંકાનેર ગામના સીમ વિસ્તારમાં આવેલ એક ખેતરના પાણી ભરેલા કુવામાંથી બે અજાણ્યા યુવક અને યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે.સમાચાર વાયુવેગે પ્રસરતા રાત્રી દરમિયાન સીમ વિસ્તારમાં ધટના સ્થળ પર લોકોના ટોંળે – ટોંળા એકત્રિત થઈ ગયા હતા.અવનવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું હતું. અજાણ્યા મરણ પામનાર દુર્ગંધ મારતા મૃતદેહો મળતા ચારેક દિવસ અગાઉ આત્મહત્યાનો બનાવ બનેલ હશે તેવું અનુમાન છે.કોઈ પણ અગમ્ય કારણોસર એક અજાણ્યો છોકરો આશરે ઉંમર વર્ષ – 17 અને એક છોકરીની આશરે ઉંમર વર્ષ – 16 કુવામાંથી મળતા વાંકાનેર ગામના ખેડૂત દિનેશભાઈ ધુળાભાઈ પટેલએ પોલીસને જાણ કરતા પોલીસ તુરંત જ ધટના સ્થળે પહોંચી હતી.મોડાસાથી ફાયર બ્રિગેડની ટીમ બોલાવી બંનેના મૃતદેહ બહાર કઠાવી પી.એમ અર્થે કોટેઝ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!