31 C
Ahmedabad
Thursday, March 28, 2024

છોટાઉદેપુર: નસવાડીમાં હ્રદય ટ્રાન્સ્પ્લાન્ટ માટે સાંસદ અને ધારાસભ્યની મદદથી પરિવારનટમાં ખુશી


છોટાઉદેપુર જીલ્લાના નસવાડી ગરીબ પરીવાર વસીમ મેમણના હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે ડબલ એન્જીન સરકાર ના ફંડ થી થયુ હૃદય ટ્રાન્સપ્લાન પરીવારમાં ખુશી છવાઈ સાંસદે લીધી શુભેચ્છા મુલાકાત

Advertisement

છોટાઉદેપુર ના નસવાડી ના વસીમ મેમણ 18 વર્ષ ની ઉંમરે વોલીબોલ રમવા ડેડીયાપાડા ગયેલ ત્યાર થી તેનું હૃદય મા બીમારી આવી હોવાનું બહાર આવ્યું હતું. પરીવાર ની પરિસ્થિતિ એટલી સારી ન હોય દવા પર વસીમ મેમણ જીવીત હતો. પરંતુ ઓગસ્ટ માસ મા તો એની તબિયત એવી ખરાબ થઈ કે બધા એ આશા છોડી દીધી હતી.પરંતુ સુરત ની મહાવીર હોસ્પિટલ મા હૃદય ટ્રાન્સપ્લાન્ટ ને લઈ સૂચન મળતા પરિવાર મા તેના ભાઈ અલ્તાફ મેમણ હોસ્પિટલ મા સંપર્ક કરતા તેને અંદાજીત 25 લાખ નો ખર્ચ કેહતા. તેને છોટાઉદેપુર સાસંદ ગીતાબેન રાઠવા અને સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી ને મદદરૂપ થવા કહ્યું હોય. બને એ PM અને CM ને વાત કરતા હોસ્પિટલ મા વસીમ મેમણ ના હૃદય ટ્રાન્સપ્લાન્ટ લગતી દસ લાખ ની રકમ ટૂંક દિવસો મા સરકારે જમા કરેલ. ત્યારબાદ તેનું હૃદય ટ્રાન્ટપાલન્ટ થયું. જેમા મહાવીર હોસ્પિટલ પણ આઠ લાખ ની મદદ કરેલ. અને વસીમ મેમણ ના સગા સંબંધી પણ મદદરૂપ બનતા આખરે તેનું હૃદય ટ્રાન્સપાલ્ટ થયું છે.

Advertisement

Advertisement

એક સમયે વસીમ હવે દુનિયા નય જોઈ શકે નુ માનનાર આજે વસીમ મેમણ તેની કપડાં ની દુકાન પર બેસી વેપાર કરી રહ્યો છે. પુના થી 120 મિનિટ મા ગ્રીન કેરીડોર બનાવી હૃદય લાવામાં આવ્યું હતુ. જે હૃદય રીક્ષા ચાલક નુ બ્રેન હેમરેજ થતા તેને અંગદાન કર્યું હોય. અને અંગ દાન નો પણ મેસેજ લોકો સુધી પોહચે તે હેતુ સિદ્ધ થયો છે.સાસંદ,ગીતાબેન રાઠવા જાતે રસ લઈ PM કેર ફંડ માંથી 3 લાખ થી વધુ અને CM કેર ફંડ માંથી 6 લાખ થી વધુ મદદ આ યુવક ને કરી ડબલ એન્જીનની સરકાર ગરીબ પરીવાર ને મદદ રૂપ બની આજે વસીમ મેમણ સ્વસ્થ છે. જેની સૌ ને ખુશી છે જયારે વસીમ મેમણ સ્વસ્થ થઇ જતા છોટાઉદેપુર ગીતાબેન રાઠવા નો આભાર માનવા પરીવારે વિનંતી કરતા સાંસદ ગીતાબેન રાઠવા આ ગરીબ પરીવાર ને ત્યાં આવી પહોંચતા વસીમ મેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલ ની સરકાર આ રીતે મદદરૂપ બને છે. તે સાચો વિકાસ છે.મને નવજીવન મળ્યું એજ સરકાર ની સિદ્ધિ છે.

Advertisement

Advertisement

ભાજપ ની સરકાર આ રીતે મદદરૂપ બને છે. આજે એક યુવાન ને નવુ જીવન મળ્યું એના થી મોટી સિદ્ધિ શું હોય. આજ ભાજપ સરકાર ની કામ કરવાની વિકાસ ની સાચી વાત છે.PM કેર ફંડ માંથી 3 લાખ થી વધુ અને CM કેર ફંડ માંથી 6 લાખ થી વધુ મદદ આ યુવક ને કરી છે. અને ગરીબ પરીવાર ના નવયુવાનને નવી જીંદગી મળી જેનો અમને આનંદ છે

Advertisement

અલ્કેશ તડવી રીપોટર, નસવાડી છોટાઉદેપુર

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!