34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home કરંટ ઇશ્યુ રશિયન આર્મી ટ્રેનિંગ કેમ્પ પર આતંકવાદી હુમલો, ભીષણ ગોળીબારમાં 11 સૈનિકોના મોત,...

રશિયન આર્મી ટ્રેનિંગ કેમ્પ પર આતંકવાદી હુમલો, ભીષણ ગોળીબારમાં 11 સૈનિકોના મોત, 15 ઘાયલ

0

શનિવારે રશિયન સેનાના ટ્રેનિંગ કેમ્પ પર ‘આતંકવાદી હુમલો’ થયો હતો. હુમલામાં 11 જવાનો શહીદ થયા હતા જ્યારે 15 અન્ય ઘાયલ થયા હતા. રશિયાના સંરક્ષણ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલા દરમિયાન રશિયન સૈનિકો બેલગોરાડ વિસ્તારમાં બનેલા કેમ્પમાં ટ્રેનિંગમાં વ્યસ્ત હતા.

રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે પશ્ચિમ રશિયામાં એક ટ્રેનિંગ સેશન દરમિયાન બે આતંકવાદીઓએ સૈનિકો પર ગોળીબાર કર્યો. મંત્રાલયે આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે તાલીમ શિબિરમાં મોટી સંખ્યામાં સૈનિકો હાજર હતા, જેઓ યુક્રેન વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં સામેલ થવા માટે સ્વેચ્છાએ તાલીમ લઈ રહ્યા હતા.

સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો

મેરા ગુજરાત પ્લેટફોર્મ પર જાહેરાત આપવા સંપર્ક કરો :- 73836 31531

મંત્રાલયે જણાવ્યું હતું કે બંને આતંકવાદીઓ ભૂતપૂર્વ સોવિયત પ્રજાસત્તાકના નાગરિક હતા અને હુમલા બાદ માર્યા ગયા હતા. તમને જણાવી દઈએ કે આ હુમલાને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે વધુ એક આંચકા તરીકે જોવામાં આવી રહ્યો છે.

ઘટના યુક્રેનની સરહદ નજીક
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ગોળીબાર દક્ષિણ પશ્ચિમ રશિયાના બેલગોરોડ ક્ષેત્રમાં થયો હતો, જે યુક્રેનની સરહદે છે.રશિયન સેનાએ ગત સપ્તાહમાં યુક્રેનમાં સેંકડો મિસાઈલ હુમલા કર્યા છે.

તાજેતરમાં, રશિયાએ યુક્રેનના ચાર પ્રદેશોને તેના દેશમાં જોડી દીધા છે. પુતિને રશિયન લોકોની સુરક્ષા માટે આ સ્થળો પર 3 લાખ આરક્ષિત સૈનિકો મોકલવાની જાહેરાત કરી હતી. આ સ્થળોએ મોકલવા માટે, રશિયાના સામાન્ય નાગરિકો આર્મી કેમ્પમાં તાલીમ લેતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!