27.3 C
Gujarat
Friday, August 21, 2026
Home આંતરરાષ્ટ્રીય પાકિસ્તાન દુનિયાનો સૌથી ખતરનાક દેશ: જો બાઈડન

પાકિસ્તાન દુનિયાનો સૌથી ખતરનાક દેશ: જો બાઈડન

0
204

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને પાકિસ્તાનને દુનિયાનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને લોસ એન્જેલસમાં ડેમોક્રેટિક કોંગ્રેસ અભિયાન સમિતિના સ્વાગત સમારોહમાં ટિપ્પણી કરી હતી. બાઈડને કહ્યું કે, “મને લાગે છે કે પાકિસ્તાન કદાચ વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંથી એક છે.” તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન પાસે પરમાણુ હથિયારો છે, પરંતુ અપૂરતા છે. આ પહેલા અમેરિકાએ ભારત અને પાકિસ્તાનને લઈને મોટું નિવેદન આપ્યું હતું. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ કહ્યું હતું કે, અમેરિકા ભારત અને પાકિસ્તાન બંને દેશો સાથેના સંબંધોને એક દૃષ્ટિકોણથી નથી જોતું, બંને અલગ-અલગ રીતે અમેરિકાના ભાગીદાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!