27.3 C
Gujarat
Friday, August 21, 2026
Home ક્રાઇમ અરવલ્લી: તહેવારો આવતા બુટલેગરો સક્રિયા, એક જ દિવસમાં બે કારમાં દારૂની ખેપ,...

અરવલ્લી: તહેવારો આવતા બુટલેગરો સક્રિયા, એક જ દિવસમાં બે કારમાં દારૂની ખેપ, મેઢાસણ નજીક દારૂ પકડ્યો

0
184

તહેવારો આવી રહ્યા છે ત્યારે દારૂની ખેપ શરૂ થઇ ગઈ હોય તેવું લાગે છે. ખાસ કરીને અરવલ્લી જિલ્લાની રાજસ્થાન સીમા પરથી દારૂની હેરાફેરીની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો તેવા દ્રશ્યો છેલ્લા બે દિવસથી સામે આવ્યા છે. મોડાસા તાલુકાના મેઢાસણ ગામની સીમમાંથી પોલિસે વિદેશી દારૂ ભરેલી કારને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોડાસા ગ્રામ્ય પોલિસની ટીમને બાતમી મળી હતી કે મોડાસાથી રાજેન્દ્રનગર જતાં વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની છે ત્યારે પોલિસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી ત્યારે મેઢાસણ નજીક આવી રહેલી મેઘનાઈટ કાર નંબર RJ 19 CK 8336 આવતા ઊભી રાખી હતી જોકે પોલિસને જોઇને કાર ચાલક મેઢાસણ ગામની સીમમાં કાર મુકીને ફરાર થઇ ગયો હતો. પોલિસે કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલિસે કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની કુલ 25 પેટી, જેમાં કુલ બોટલ 480 મળી કુલ 1,84,800 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે. પોલિસે મેઘનાઈટ કાર મળી કુલ 6,84,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વોન્ટેડ અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!