21 C
Ahmedabad
Wednesday, December 7, 2022
spot_img

પંચમહાલ: પાયાવગરના અર્થહીન આક્ષેપો કરનારાઓને ગુજરાતની જનતા જવાબ આપશે, કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ


શહેરા,
ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલા ભાજપ દ્વારા ગુજરાત ગૌરવયાત્રા કાઢવામા આવી રહી છે,હાલોલ,કાલોલ,અને ગોધરા બાદ ગૌરવયાત્રા શહેરા ખાતે આવી પહોચી હતી. જ્યા મોટી સંખ્યામા શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી જનમેદની ઉપસ્થિત રહી હતી.ગોધરામાં રાત્રીરોકાણ બાદ ખાંડીયા ખાતે ગુજરાત ગૌરવયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ.કેન્દ્રીય મંત્રી દ્વારા સભા સંબોધન કરવામા આવી હતી.અને ત્યારબાદ ગૌરવયાત્રા શહેરાથી મહિસાગર જીલ્લા તરફ રવાના થઈ હતી.

Advertisement

ગુજરાત વિધાનસભાની ચુટણી પહેલા પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં ગુજરાત ગૌરવ યાત્રા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે.પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં ગૌરવયાત્રાનું ખાંડીયા ગામ ખાતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ.ત્યારબાદ યાત્રા શહેરાનગરમા કેશવ ગ્રાઉન્ડ ખાતે પહોચી હતી.અને સભાના રુપમાં ફેરવાઈ હતી. ઉપસ્થિત આમંત્રિતોનું સાફા તલવાર,સાલ ઓઢાડીને સ્વાગત કરવામા આવ્યુ હતુ. ગૌરવાયાત્રામાં જોડાનારા ભાજપના અગ્રણીઓ આ યાત્રામાં સહભાગી બની, ભાજપ સરકારની અનેકવિધ ઐતિહાસિક નિર્ણયો, જનકલ્યાણકારી નીતિઓ અને પ્રજાલક્ષી યોજનાઓ વિશે ઉપસ્થિત વિશાળ જનમેદનીને અવગત કર્યા હતા.આ ગૌરવયાત્રામાં કેન્દ્રીય મંત્રી રાજીવકુમાર રંજન કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ,પંચમહાલ જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનસિંહ ચૌહાણ જી,ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ,જીલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલીયા સહીત પ્રદેશમાંથી પધારેલા હોદેદારો, સંગઠનના હોદેદારો,મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

પાયાવગરના અર્થહીન આક્ષેપો કરનારાઓને ગુજરાતની જનતા જવાબ આપશે- દેવુસિંહ ચૌહાણ
દેવુસિંહ ચૌહાણ મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે ગુજરાતમાં 25 વર્ષથી ભાજપનું વ્યાપક જનસમર્થન મળી રહ્યુ છે. સૌના સાથ અને સૌના વિકાસ સાથે ગુજરાતે દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી છે, આવનારી ચુટણીમા પ્રચંડ બહુમતીથી ભારે જનસમર્થન મળવાનુ છે. તેમને નામ લીધા વગર વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કર્યા હતા કે કેટલીક પાર્ટીઓ ચુટણીલક્ષી હોય છે.તેઓ સમાજના સુખ દુઃખમાં ભાગીદાર થતા નથી. તેઓ અપ્રચાર કરીને વર્તમાન સરકાર પર પાયાવિહીન આક્ષેપો કરી રહ્યુ છે.પણ ગુજરાતની જનતાતેમને જવાબ આપશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

976FansLike
126FollowersFollow
134FollowersFollow
627SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!