30 C
Ahmedabad
Thursday, April 25, 2024

ગૌરવપથના કામ દરમિયાન મોટી દુર્ઘટના ટળી: મેઘરજમાં કેબલ રીપોરિંગ કરવા ખાડામાં ઉતરેલા બે શ્રમિક ફસાયા


અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર ચાલતા વિકાસના કામોને લઇને લોકોની મુસિબતોમાં વધારો થઇ રહ્યો હોય તેવું લાગે છે એટલું જ નહીં મોડાસા અને મેઘરજમાં ઠેર ઠેર ખાડાઓથી લોકો પરેશાન છે તો પ્રજાલક્ષી ચાલતી કામગીરી પણ કેટલીકવાર વિકાસનું કામમાં પરસેવો પાડતા શ્રમિકો જ તેનો ભોગ બનતા હોય છે. આવી જ એક ઘટના મેઘરજમાં બની હતી જ્યાં બીએસએનએલ નું કેબલ કપાતા ખાડામાં કામ કરતા બે શ્રમિક ફસાઈ ગયા હતા, જેઓને બહાર કાઢવા માટે 2 કલાકની ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

Advertisement

Advertisement

મેરા ગુજરાત પ્લેટફોર્મ પર જાહેરાત આપવા સંપર્ક કરો :- 73836 31531

મેઘરજ નગરના મુખ્ય માર્ગ પર કરોડના ખર્ચે ગૌરવપથનું કામ ચાલી રહ્યું છે, આ ગૌરવપથ ગેલીમાતા મંદિરથી વાત્રક પુલ સુધી કામ પ્રગતિમાં છે. આ કામકાજ સમયે બીએસએનએલ નું કેબલ કપાઈ જતાં રીપેરિંગનું કામ કરવા માટે બે શ્રમિકો ખાડામાં ઉતર્યા હતા, આ સમય દરમિયાન ખાડામાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો અને બે શ્રમિકો ખાડામાં ફસાઈ ગયા હતા, ઘટનાની જાણ થતાં આસપસાના લોકો દોડી આવ્યા હતા અને ભારે જહેમત ઉઠાવી બંન્ને શ્રમિકોને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement

બંન્ને શ્રમિકોને બહાર કાઢવામાં આવતા એજન્સી તેમજ બીએસએનએલ ના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો, કેવી રીતે બની સમગ્ર ઘટના સાંભળો,,,

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!