33 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી : ડ્રોનની મદદથી 11 ખેતરમાં ખેતીની આડમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ,બાયડના વાઘવલ્લા ગામમાં ગાંજાની વ્યાપક ખેતી


અરવલ્લી જીલ્લા એલસીબી,એસઓજી અને બાયડ પોલીસના બે દિવસ થી વાઘવલ્લા ગામમાં ધામા નાખ્યા
વાઘવલ્લા ગામના ખેતરો ખૂંદતી જીલ્લા પોલીસ

Advertisement

(જય અમીન, અંકિત ચૌહાણ)
અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર સતત નશાના કારોબાર કરનાર અસામાજીક તત્વો સામે ગાળીયો કસ્યો છે અરવલ્લી,મહીસાગર અને ખેડા જીલ્લાની સરહદ પર આવેલા બાયડ તાલુકાના વાઘવલ્લા ગામમાં 11 ખેતરમાં ખેતીની આડમાં થતી ગાંજાની ખેતીનો પોલીસે પર્દાફાશ કર્યો છે બે દિવસથી જીલ્લા પોલીસતંત્ર વાઘવલ્લા ગામના ખેતરોમાં પડાવ નાખી ડ્રોનની મદદથી વિપુલ પ્રમાણમાં ગાંજાની ખેતી ઝડપી પાડી લાખ્ખો રૂપિયાના ગાંજાના છોડ ઉલેચી રહી છે.

Advertisement

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જીલ્લા પોલીસને વાઘવલ્લા ગામમાં કેટલાક ખેડૂતોએ ગાંજાની ખેતી કરી હોવાની બાતમી મળતા જીલ્લા એલસીબી, એસઓજી અને બાયડ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથધર્યું હતું એક ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપાયા પછી ધીરે ધીરે વાઘવલ્લા કેટલાક ખેતરોમાં પાક વચ્ચે ગાંજો લહેરાતો જોવા મળતા પોલીસ ચોકી ઉઠી હતી અને વધુ પોલીસ કાફલો મંગાવી લઇ ખેતરોની આસપાસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

Advertisement

વાઘવલ્લા ગામમાં એક પછી એક ખેતરમાં ગાંજાની ખેતી જોવા મળતા પોલીસે ડ્રોનની મદદથી ખેતરોનું સર્ચ ઓપેરેશન હાથધરાતા અધધ 11 જેટલા ખેતરમાંથી ખેતી પાકની વચ્ચે ગાંજાના છોડ મળી આવતા પોલીસે તમામ ખેતરોમાંથી ગાંજાની લણણી શરૂ કરી દીધી છે પોલીસ દ્વારા ગાંજાના ખેતરોના માલની સિલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મોડી સાંજે કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે અને એ સમયે જ કેટલાનો મુદ્દામાલ એ સમગ્ર હકીકત જાણી શકાશે. પરંતુ 11 જેટલા મોટા ખેતરોમાં ઝડપાયેલો ગાંજો લાખો રૂપિયાની કિંમતનો થવાની શક્યતા રહેલી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!