28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત નર્મદા : નાંદોદ વિધાનસભા વિસ્તારમાં વિવિધ ભૂમિપૂજનો

નર્મદા : નાંદોદ વિધાનસભા વિસ્તારમાં વિવિધ ભૂમિપૂજનો

0
168

નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા, જેમાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહીને પૂજનવિધી સહિતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા.

નાંદોદ વિધાનસભાના ગરુડેશ્વર તાલુકાના વિવિધ રસ્તાઓનો ભૂમિ પૂજન નો કાર્યક્રમ રાખેલ હતો જેમાં
વઘીયાલા થી છીડીયાપુરા નવીન રસ્તા નું કામ રકમ ₹150 લાખ, સોનગામ થી સજાણપુરા રોડ પર નવીન પુલનું કામ ₹100 લાખ, ઓરપા થી ચિરાડિયા રોડ પર નવીન પુલનું કામ ₹120 લાખ, ગાડકોઈથી કેનાલ ને જોડતા નવીન રસ્તા નું કામ ₹100 લાખ, સજાણપુરા ભગત ફળિયાને જોડતા રોડ પર પુલનું કામ ₹80 લાખ, ગોરા થી હરિધામ મંદિર જલારામ મંદિરને જોડતા રસ્તા નું કામ રકમ ₹50 લાખ સહિતના કામોના ભૂમિ પૂજન કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ માં શબ્દશરણભાઈ તડવી પૂર્વ ધારાસભ્ય, જિલ્લા બાંધકામ સમિતિના અધ્યક્ષ સુભાષભાઈ વસાવા, ભારતીબેન તડવ, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્ય દિનેશભાઈ તડવી તેમજ તાલુકા પંચાયત સભ્યો અને તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

આ તમામ રસ્તા તાલુકા મથક્ને જોડતા અને ગામથી ગામને જોડતા અગત્યના રસ્તાઓ છે.તથા આ રસ્તા બનાવાથી લોકોને બારેમાસ વાહનોની અવર-જવર કરવા માટે લોકોને લાભ લાભ થશે.

અલ્કેશ તડવી રીપોટર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!