40 C
Ahmedabad
Thursday, March 28, 2024

Kedarnath Helicopter Crash: કેદારનાથમાં શ્રદ્ધાળુઓને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ, 7 નાં મોત


કેદારનાથમાં શ્રદ્ધાળુઓને લઈ જતું એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર અકસ્માતનો શિકાર બન્યું છે. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરના બે પાયલટ સહિત સાત લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેદારનાથથી બે કિલોમીટર દૂર ગરુડ ચટ્ટીમાં હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ હેલિકોપ્ટરના દુર્ઘટનાની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે.

Advertisement

Advertisement

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ મુર્મુએ ટ્વીટ કર્યું કે કેદારનાથ ધામ પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાયલટ સહિત અનેક શ્રદ્ધાળુઓના મોતના સમાચાર ખૂબ જ દુઃખદ છે. તેમના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. તે જ સમયે, પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનાથી હું દુઃખી છું. આ દુઃખદ સમયે મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે.

Advertisement

Advertisement

DGCA અનુસાર, આર્યન એવિએશન બેલ-407 હેલિકોપ્ટર VT-RPN પાંચ મુસાફરો સાથે કેદારનાથ ધામથી ગુપ્તકાશી માટે રવાના થયું હતું.

Advertisement

કાટમાળમાંથી ઉભરાતી હતી જ્વાળાઓ
હેલિકોપ્ટર કેશ થયાની તસવીરો પણ સામે આવી છે. તસવીરો અને વીડિયોમાં જોઈ શકાય છે કે હેલિકોપ્ટરનો કાટમાળ પહાડ પર પડ્યો છે. દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરના એક ભાગમાંથી વરસાદ વચ્ચે જ્વાળાઓ વધી રહી છે. હેલિકોપ્ટર દુર્ઘટનાની માહિતી બાદ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટ કર્યું કે કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે નુકસાનની તીવ્રતા જાણવા માટે રાજ્ય સરકારના સંપર્કમાં છીએ અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ.

Advertisement

Advertisement

PM મોદી 21-22 ઓક્ટોબરે કેદારનાથ-બદ્રીનાથની મુલાકાત લેશે
જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી પહેલા 21-22 ઓક્ટોબરે કેદારનાથ અને બદ્રીનાથ મંદિરોની મુલાકાત લેશે. કેદારનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદી તે જ દિવસે બદ્રીનાથ જશે. રાતવાસો કર્યા બાદ બીજા દિવસે 22 ઓક્ટોબરે પીએમ મંદિરમાં પૂજા અર્ચના કરશે. આ દરમિયાન પીએમ મોદી કેદારનાથમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. તેઓ બદ્રીનાથ માસ્ટર પ્લાન હેઠળ હાથ ધરાયેલા પ્રોજેક્ટની પણ સમીક્ષા કરશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!