ગોધરા
પંચમહાલઃગુજરાતમાં નશીલા પદાર્થો ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ કરતી જીલ્લા એલ.સી.બીની જાંબાજ ટીમ,પરવડી પાસે ટેન્કરમાં છુપાવીને લઈ જવાતા 60 લાખ રુપિયાના પોશ ડોડાનો જથ્થો ઝડપાયો
પંચમહાલ જીલ્લા એલ.સી.બી. પોલીસે બાતમીને આધારે પરવડી ચોકડી પાસે નાકાબંધી કરી ટેન્કરમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે 60 લાખ રુપિયાનો પોશ ડોડાના જથ્થો મળીને અન્ય સાધનો જપ્ત કરીને રૂ.71,35,200/- ના મુદ્દામાલ સાથે આંતર રાજયના આરોપીને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે આ જથ્થો ક્યા પહોચાડવાનો તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

કૈફી ઔષધ અને નશીલા દ્રવ્યનો ઉપયોગ અને ગેરકાયદેસર વેપાર લોકોના સ્વાસ્થ અને કલ્યાણને ગંભીર નુકશાન કરે છે અને આવી પ્રવૃતિ દેશના અર્થતંત્રને પણ ગંભીર અસર કરતી હોય અને યુવા પેઢી બરબાદ થતી હોય અને જેનુ નુકસાન સમાજ અને દેશને થતુ હોય આવા કૈફીઓષા અને નશીલા દ્રવ્યોનો ઉપયોગ, હેરાફેરી, વેંચાણ, ઉત્પાદન અટકાવવા સારૂ પંચમહાલ ગોંધરા રેન્જ નાચબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા પોલીસ વિભાગને સુચનો આપવામા આવ્યા હતા.

પંચમહાલ જીલ્લા એલસીબી વિભાગના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.પરમારને આઘારભુત બાતમી મળી હતી કે એક ટેન્કર નંબર RJ 39 GA 3936 વ્હાઇટ કલરના કેબીનવાળો દાહોદ તરફથી ગોધરા તરફ આવે છે જેમા નાર્કોટીક્સનો મુદ્દામાલ ભરેલો છે. તેવી મળેલ બાતમી આધારે જે.એન.પરમાર પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના માણસો તથા આર.આર.ગોહીલ પો,સ.ઇ. એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો સાથે પરવડી ચોકડી ખાતે નાકાબંધી કરી ટૅન્કરને રોકાવીને ઝડપી પાડ્યુ હતુ.

ટેન્કરના ચાલક સવાઈરામ બિશ્નારામ જારી રહે.જુનેજો કી બસ્તી તા.શીવ જી.બાડમેર રાજય રાજસ્થાન નાઓને પકડી ટેન્કરમાં ખરાઇ તપાસ કરતા પોશ ડોડા ભરેલ પ્લાસ્ટીકના મિણીયાની ગુણો નંગ-110 જેની કિમંત રુપિયા રૂ.60,85,200 તથા ટેન્કરની કિ.રૂ.10,00,000 તથા મોબાઈલ ફોન નંગ-2 કિ.રૂ.5500 તથા અંગ ઝડતીના રોકડા રૂ.44,500 તથા તથા અન્ય આધારપુરાવા સહીતના કિં.રૂ.71,35,200/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ચાલકને સ્થળ પરથી અટકાયત કરી હતી.સાથએ મુદ્દામાલ ભરી આપનાર ગોરઘનલાલ ડુગરારામ ડઉકીયા (જાટ) રહે.ગામ મોરટીયા તા.જી.બાડમેર પોલીસ સ્ટેશન નાગાના રાજસ્થાન નાઓએ ગુનો કરેલ હોય આરોપીઓ વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એકટ 1985 ની કલમ 15,25,29 મુજબ ગોધરા તાલુકા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને આ પોશ ડોડાના છાલા કયાંથી લાવીને કયાં લઇ જવાતા હતા તેમજ બીજા કોઇ સહ આરોપીઓ સંડોવાયેલા છે કે નહી તે દિશામા પોલીસ દ્વારા ધમધમાટ શરુ કરવામા આવ્યો છે.





