32.2 C
Gujarat
Wednesday, August 26, 2026
Home ગુજરાત અરવલ્લી: માલપુરના મોરી ડુંગરી ખાતે PMJay કાર્ડ લાભાર્થીઓને વિતરણ કરાયા

અરવલ્લી: માલપુરના મોરી ડુંગરી ખાતે PMJay કાર્ડ લાભાર્થીઓને વિતરણ કરાયા

0

અરવલ્લીના માલપુર જલારામ મંદિર મોર ડુંગરી ખાતે પ્રધામંત્રીની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં અને જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ વિતરણનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો જેમાં તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યો, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી, મામતદાર, તાલુકા વિકાસ અધિકારી, અધિક્ષક સા.આ.કેન્દ્ર માલપુર, સી.ડી.પી.ઓ., મેડીકલ ઓફિસર જીતપુર અને રંભોડા, અન્ય મહાનુભવો તેમજ આરોગ્યનો સ્ટાફ તેમજ મોટા પ્રમાણમાં લોકો હાજર રહયા

આ યોજના અંતર્ગત લાભ લીધેલ લાભાર્થીએ પણ આયુષ્માન કાર્ડના લીધે પોતાને થયેલ લાભ વિશે જણાવ્યું હતું

અંતમાં દરેક પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને સમયસર આયુષ્માન કાર્ડ નીકાળી લેવા તાલુકાના આરોગ્ય વિભાગ તરફથી અપીલ કરવામાં આવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!