34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત અરવલ્લી: જિલ્લાના માર્કેટયાર્ડમાં દિવાળી વેકેશન, આગામી તારીખ 31 ઓક્ટોબર સુધી બંધ રહેશે

અરવલ્લી: જિલ્લાના માર્કેટયાર્ડમાં દિવાળી વેકેશન, આગામી તારીખ 31 ઓક્ટોબર સુધી બંધ રહેશે

0

દિવાળીના પર્વની શરૂઆત થઇ ચુકી છે ત્યારે માર્કેટ યાર્ડમાં પણ રજાઓ જાહેર થઇ ચુકી છે. સરકારી કચેરીઓમાં પણ મિની વેકેશન છે તો અરવલ્લી જિલ્લાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીઓમાં પણ સંસ્થા દ્વારા રજાઓ જાહેર કરાઈ છે. અરવલ્લી જિલ્લાના APMC માં આગામી 31 ઓક્ટોબર સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા, ભિલોડા, બાયડ, મેઘરજ, માલપુર, ધનસુરા સહિતના તમામ માર્કેટયાર્ડમાં દિવાળીના તહેવારને લઈ આગામી 31 ઓક્ટોબર સુધી વહીવટી કર્મચારીઓએ વેકેશન જાહેર કર્યું છે, માર્કેટ યાર્ડ બંધ હોવાને લઇને ખેડૂતો પોતાની જણશી વેંચી શકશે નહીં. દર વર્ષની જેમ દિવાળી વેકેશન હોવાને લઇને કેટલાક ખેડૂતોએ પહેલા જ ખેત ઉત્પાદનો માર્કેટમાં વેંચી દીધા હતા. માર્કેટ યાર્ડમાં વેકેશન હોવાને લઇને માર્કેટ યાર્ડ સુમાસાન જોવા મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!