37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ઘરવખરી સામાનની આડમાં લવાતો દારૂ શામળાજી પોલિસે પકડ્યો

અરવલ્લી : ઘરવખરી સામાનની આડમાં લવાતો દારૂ શામળાજી પોલિસે પકડ્યો

0
176

દિવાળીના તહેવારો નજીક આવતા જ રાજ્યમાં દારૂ ઘુસાડવાનું પ્રમાણ વધી ગયું છે દિવાળી પર્વમાં પ્યાસીઓની પ્યાસ બુઝાવવા રાજસ્થાની બુટલેગરો ગુજરાતમાં દારૂની રેલમછેલ કરવા સક્રિય બનતા અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર પણ સતર્ક બન્યું છે શામળાજી પોલીસે ગણતરીના કલાકોમાં એક ટ્રકમાંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરી બુટલેગરોની ધનતેરસને કાળી ચૌદસમાં ફેરવી નાખી ત્રણ ખેપિયાને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

શામળાજી પોલીસ ટ્રક-કન્ટેનરમાંથી લાખ્ખો રૂપિયાનો દારૂ ઝડપી લીધાની કાયદેસરની કાર્યવાહી ચાલતી હતી આ સમય દરમિયાન રાજસ્થાન તરફથી ઘરવખરી ભરી આવી રહેલા શંકાસ્પદ ટ્રકને અટકાવી હતી. શંકાસ્પદ ટ્રકની તલાસી લેતા ટ્રકમાંથી 4.68 લાખથી વધુનો શરાબનો જથ્થો પોલિસને મળી આવ્યો હતો. પોલિસે દારૂનો જથ્થો જપ્ત કરી હરીયાણા ના ટ્રક ચાલક મુનફેજ મહેમુદ મેવને જબ્બે કરી વિદેશી દારૂ તેમજ ટ્રક મળી કુલ રૂ.19.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ  ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર હરીયાણા છારોડાના રાહુલ નામના બુટલેગર સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!