37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ બુટલેગરોની ધનતેરસને કાળી ચૌદસમાં ફેરવતી શામળાજી પોલીસ, પાણીની બોટલના કાર્ટૂનમાં દારૂની હેરાફેરી..!!

બુટલેગરોની ધનતેરસને કાળી ચૌદસમાં ફેરવતી શામળાજી પોલીસ, પાણીની બોટલના કાર્ટૂનમાં દારૂની હેરાફેરી..!!

0
233

દિવાળીના તહેવારો નજીક આવતા જ રાજ્યમાં દારૂ ઘુસાડવાનું પ્રમાણ વધી ગયું છે દિવાળી પર્વમાં પ્યાસીઓની પ્યાસ બુઝાવવા રાજસ્થાની બુટલેગરો ગુજરાતમાં દારૂની રેલમછેલ કરવા સક્રિય બનતા અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર પણ સતર્ક બન્યું છે શામળાજી પોલીસે ગણતરીના કલાકોમાં બે ટ્રકમાંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરી બુટલેગરોની ધનતેરસને કાળી ચૌદસમાં ફેરવી નાખી ત્રણ ખેપિયાને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

શામળાજી પીએસઆઈ વિરલ પટેલ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી બાતમીદારોને સક્રિય કરી ટ્રક-કન્ટેનરમાં પાણીની બોટલ કાર્ટૂન અને ટોસના પેકેટની આડમાં સંતાડેલ 501 પેટીમાંથી વિદેશી દારૂની 6012 બોટલ કીં.રૂ.2762280/- તેમજ પાણીની બોટલ, મોબાઈલ, ટ્રક કન્ટેનર અને અન્ય મુદ્દામાલ મળી રૂ.35.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરી હરિયાણાના ટ્રક ચાલક સુમીત કાશીરામ પાલ અને ક્લીનર રમણ શૈલેન્દ્ર પાલને ઝડપી પાડી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર હરીયાણાના કર્નાલના હર્ષ નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!