30 C
Ahmedabad
Friday, April 26, 2024

રાજા રવિ વર્માના રામ અને શુભ દિપાવલી


મહેન્દ્ર બગડા

Advertisement

દિવાળીના ઉત્સવભર્યા દિવસો ચાલી રહ્યાં છે. દેશભરમાં દિપાવલીની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે. રાજાથી લઈ રંક સુધી સૌ પોત પોતાની હેસિયત અને સ્થીતી પ્રમાણે દિવાળીની ઉજવણી કરતુ હોય છે. હિન્દુસ્તાનીઓ અને હિન્દુઓનો આ સૌથી મોટો તહેવાર છે. આમ જોવા જઈ તો હિન્દુ સંસ્કૃતીમાં ઉત્સવોની ભરમાર છે. પ્રજા જ ઉત્સવપ્રિય અને ઉજવણી પ્રિય છે.

Advertisement

લગભગ ચુમ્માલીસ ડિગ્રી તાપમાન જ્યારે હોય એ સમયે ભીમ અગિયારશનો તહેવાર આવે. ઉનાળામાં કેરીની મૌસમમાં આવતો આ તહેવારથી તહેવારોની શરુઆત થાય છે. મેટ્રો સિટીમાં અને અંગ્રેજી મિડિયમમાં અભ્યાસ કરેલા માતા પીતા કે તેમના બાળકોને ભીમઅગિયારસ તહેવારનુ મહત્વ કદાચ નહી સમજાય. પરંતુ ગ્રામિણ આંચલોમાં અને ગુજરાતના નાના ટાઉનમાં આ તહેવાર આજે પણ હિટ છે.

Advertisement

Advertisement

નવ પરણિત યુગલ પોત પોતાના પિયરે સજોડે જાય છે. ત્યાં કેરીનુ ભોજન ફરજીયાત હોય છે. તો પુરુષવર્ગ માટે તે ઓફિશિયલ જુગાર રમવાનો દિવસ છે. આ દિવસે માત્ર પોલિસ જ જુગાર રમવાની ના કહે, બાકી પરિવારના સભ્યો, પત્ની, બાળકો સૌ કોઈ કહે કે આજે અગિયારસ છે એટલે ભલે રમે.

Advertisement

ભીમ અગિયારસ પછી અષાઢ અને તેની સાથે તહેવારોની એક આખી શ્રૃંખલા. રક્ષા બંધન, સાતમ આઠમ, જન્માષ્ટમી પણ કહેવાય છે. તુરંત ભાદરવામાં ગણપતી મહોત્સવ  અને નવરાત્રી અને ત્યાર બાદ તહેવારોનો રાજા એવી દિવાળીનો તહેવાર. મુળ તો ભગવાન શ્રી રામ રાવણને હરાવી એકવીસ દિવસની યાત્રા પછી અયોધ્યા આવ્યા તેની ઉજવણી એટલે દિવાળી. દરેક ધરે દિપ પ્રગટાવવામાં આવે , રોશનીથી આખી શેરી, ધર, શહેર ઝગમગી ઉઠે તે દિવાળી.

Advertisement

Advertisement

અમારા કાઠિયાવાડમાં તો દિવાળી એટલે ખરીદી કરવાનો મહાઉત્સવ. ઘરના તમામ સભ્યોના સ્લીપરથી લઈ બુટ, ચપ્પલથી લઈ બનિયાન, પેન્ટ શર્ટ, સાડીઓ, પગલુછણીયાથી લઈ ઝુમ્મર અને રંગ કામ કરવાની મજાની સીઝન. જ્યાં જ્યાં નીકળો ત્યાં સફાઈ થતી હોય. કોઈ વળી રંગ કામ કરતુ હોય. આ દિવસોની સાંજ પણ ખુશનુમા અને રંગીન હોય છે. સાંજના શેરીઓમાં સુગંધી અગરબત્તી અને ધુપની સુંગધ ફેલાતી હોય, બાળકો ફટાકડા ફોડતા હોય અને વડિલો વસ્તુઓ સારવામાંથી નવરા ન થતા હોય.

Advertisement

Advertisement

Advertisement

સમગ્ર વાતાવરણમાં ટરપેન્ટાઈનની એક જુદ જ સ્મલ આવ્યા કરે. દરજીભાઈઓને ત્યાં ચિક્કાર ગીરદી હોય. જાણીતા  દરજી દર વખતે કહે કે મરવાનો સમય નથી પરંતુ આતો તમે વર્ષોથી અહિયા સીવડાવો છો એટલે એક જોડી શર્ટ પેન્ટ સીવી દઈશ. જો કે હવે તો મોટા ભાગના લોકો રેડીમેઈડ કપડા પસંદ કરે છે, છતા મારા ગામમાં દરજીની દુકાને હજુ પણ પગ મુકવાની જગ્યા નથી.

Advertisement

અમે નાના હતા ત્યારે વાલજીકાકાને ત્યાં ચામડાના બૂટ સીવડાવવા જતા હતા. નાના કાકા માપ લે  કહે કે હાલ ભાઈ, પરમાણુ દઈ દે. બુટના માપને પરમાણું કહેવાય. પછી વિજ્ઞાનમાં સાંભળ્યુ કે પરમાણુ, અણું વગેરે પરંતુ પહેલુ પરમાણુ શબ્દ માપ માટે  વી.કે.બુટ હાઉસમાં સાંભળ્યુ હતુ. દરેક ધર પર રોશની. સૌ ખુશખુશાલ હોય તેને દિવાળી કહેવાય. લગભગ મજુરથી લઈ સેલ્સમેન, વેપારીથી લઈ નોકરિયાત સૌ પાસે આ દિવસોમાં પૈસા હોય જ. ક્યાંક બોનસ મળ્યુ હોય, પરંતુ ભગવાન રામચંદ્રની અસીમ કૃપા કે આશિર્વાદ કે આ દિવસોમાં કોઈ ભાગ્યેજ એવુ હશે જેમની પાસે પૈસા ન હોય. અને પૈસા હોય એટલે ખરીદી કરવી, ફરવા જવુ વગેરે થઈ શકે.

Advertisement

દિવાળીની જૂની વાતો પછી મુળ વાત કે રામચંદ્ર ભગવાનનુ વ્યક્તીત્વ કેટલુ ભવ્ય, કેટલુ મહાન હશે કે દસ હજાર વર્ષ પછી પણ તેમના આગમનના દિવસે કરોડો હિન્દુઓ ઉત્સવ ઉજવે છે. નહી  તો સો વર્ષ પહેલા થઈ ગયેલા દાદાઓના નામ પણ નવી પેઢીને યાદ નથી હોતી. દસ હજાર વર્ષ એટલે ખુબ મોટો સમયગાળો અને છતા પણ રામચંદ્ર્ ભગવાનના વિજય અને ત્યાર બાદ અયોધ્યા પરત ફરવાના દિવસને કરોડો શ્રધ્ધાળુઓ ઉલ્લાસપુર્વક ઉજવે છે.

Advertisement

અત્યંત વેધક અને માર્મીક કટાક્ષ માટે જાણિતા મીત્ર બીનિત મોદીએ તેમના ફેસબુક પર મધ્યમાંતર કાર્યક્રમનુ રોચક વર્ણન કર્યુ છે. આ વર્ણનમાં તેમણે એક આર્ટીસ્ટ દ્વારા કહેલા શબ્દો લખ્યા છે કે હિન્દુઓના તમામના રામ એ મહાન ચીત્રકાર રાજા રવી વર્માએ દોરેલા રામ છે. હુ પણ સહમત છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ શેરીની સફાઈ કરતી એક વૃધ્ધ મહિલા અને નીતા અંબાણીથી લઈ અનિતા બેહન તેડાગર સુધી સૌના રામ એ રાજા રવી વર્માએ બનાવેલા રામ જ છે. રાજા રવિ વર્માની કલા પર સાક્ષાત રામચંદ્ર ભગવાનની કૃપા હોય તો જ આ કક્ષાની કૃતીનુ સર્જન થઈ શકે. આપણા સૌના રામ એ રાજા રવી વર્માના હાથમાં ધનુષ્યબાણ લઈ તેજોમય મુદ્રામાં ઉભેલા રામ છે. આમ તો રામ નામ એ સાબરી મંત્ર પણ કહેવાય છે. કહે છે કે કોઈ પણ કાળમાં રામનુ નામ સર્વ પ્રકારની દુવિધાઓનો નાશ કરે છે. રામ રક્ષા સ્ત્રોતમાં રામનુ અદ્દભુત વર્ણન કરવામાં આવ્યુ છે. મર્યાદાપુરષોત્તમ રામની અનેક વાતો, તેમનો પ્રભાવ જ્યાં સુધી પૃથ્વી પર હિન્દુ વિચારધારા રહેશે ત્યાં સુધી રહશે.

Advertisement

તો આ દિવાળીએ સૌ ખુશ રહે, તમામ આકાંક્ષાઓ ભગવાન શ્રી રામ પુર્ણ કરે તેવી શુભકામનાઓ. દિવાળી પછી તુરંત વિધાનસભાની ચૂંટણી જાહેર થશે. નેતાઓની ભાગદોડ, કાર્યકરોની રેલીઓ, નવા મુરતિયાનો પરિચય વગેરે વાચકોને આપવાનો પ્રયાસ કરીશું. ત્યાં સુધી સૌને નવા વર્ષના જાજાથી રામ રામ…

Advertisement

નોંધ-લેખક પ્રસિધ્ધ ટીવી જર્નાલીસ્ટ અને ટીવી-9 પર આવતા સૌથી લોકપ્રિય કાર્યક્રમ ભાઈ ભાઈના એન્કર છે. વાચક પ્રતિભાવ માટે આ વોટ્સએપ નંબર પર મેસેજ કરી શકે છે. 9909941536

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!