19 C
Ahmedabad
Monday, March 4, 2024

અમરેલી જિલ્લામાં સરદાર પટેલની પ્રતિમાઓનું ગામે-ગામ વિતરણ


આગામી સરદાર જયંતી પહેલા અમરેલી જીલ્લાનુ બાબરા બન્યુ સરદારમય ભામાષાની છાપ ધરાવતા અને અનેક સમુહ લગ્નો કરનાર ગોપાલ વસ્તરપરા દ્વારા એકસો સુડતાલીસ જેટલી સરદાર પટેલની જાયન્ટ મુર્તીઓનુ દરેક ગામોમાં વિતરણ કરાયું. ચૂંટણી પહેલા ગોપાલ વસ્તરપરા દ્વારા કરવામાં આવનાર મુર્તીઓના વિતરણથી કાર્યકરોમાં ઉત્સાહ અને ભાજપ આ બેઠક પર ગોપાલ વસ્તરપરા પર કળશ ઢોળી શકે છે.

Advertisement

લાઠી બાબરા વિધાનસભાની બધા જ ગામોમાં સરદાર પટેલની વિશાળ મુર્તીઓનુ અનાવરણ કરવામાં આવી રહ્યું છે. ગોપાલ વસ્તરપરા દ્વારા સરદારને અનોખી શ્રધ્ધાંજલી. સ્ટચ્યુ ઓફ યુનિટીની મીની આવૃતીએ સમગ્ર ગુજરાતનુ ધ્યાન ખેંચ્યુ છે. બાબરા લાઠી વિધાનસભા બેઠક પર ભાજપ ફરી એક વખત ઉતારશે ભામાષા ગોપાલ વસ્તરપરાને.

Advertisement

અમરેલી જીલ્લાની પાંચે પાંચ વિધાનસભા બેઠક ગત ચૂંટણીમાં હાર્દીકની અસરને કારણે ભાજપે ગુમાવી હતી. આ વખતે ભારતીય જનતા પક્ષ કોઈ જોખમ ઉઠાવવા માંગતુ નહી હોવાથી જીતી શકે તેવા જ ઉમેદવારોને પસંદ કરવાની કવાયત હાથ ધરી રહી છે. છેલ્લા થોડા દિવસથી સમગ્ર બાબરા-લાઠી અને દામનગર વિસ્તાર સરદાયમય બની ગયુ છે. ભામાષા અને ખોડલધામમાં રુપિયા અગિયાર કરોડ જેવી અધધ રકમ દાન આપનાર ગોપાલ વસ્તરપરાએ આ વિસ્તારમાં કુલ હજાર જેટલી કન્યાઓના સમુહ લગ્ન પણ કરાવ્યા છે. આ વિસ્તારમાં અત્યંત લોકપ્રિય ગોપાલ વસ્તરપરાને બીજો ફાયદો સ્થાનીક હોવાનો છે. છેલ્લા બે વર્ષથી અહિયા ભાજપના કાર્યકરો, વેપારીઓ વગેરે સ્થાનીક ઉમેદવારને જ ઉમેદવાર બનાવવા માંગ કરી રહ્યાં હતા. સુત્રોથી મળતી માહિતી પ્રમાણે ભાજપ હાઈકમાન્ડે બાબરા બેઠક માટે ગોપાલ વસ્તરપરાનુ નામ લગભગ ફાઈનલ કરી દીધુ છે. હાલ ગોપાલ વસ્તરપરા કુલ 140થી વધુ ગામોમાં સરદાર સાહેબની મોટી પ્રતિમાનુ વિતરણ કરી રહ્યાં છે. સમગ્ર સમાજનુ સમર્થન હોવાથી આ વખતે કોંગ્રેસ માટે બાબરા બેઠક જાળવવી લોઢાના ચણા ચાવવા જેવુ સાબિત થશે. ગોપાલ વસ્તરપરા હાલ ગામડે ગામડે સરદાર પટેલની મુર્તીની સ્થાપનાના ભગીરથ કાર્યમાં જોડાઈ ગયા છે. સૌથી મહત્વનનુ એ છે કે ગોપાલ વસ્તરપરા દ્વાર સરદાર સાહેબને સાચી શ્રધ્ધાંજલીની નોંધ ઈંગલેન્ડના એક પ્રતિષ્ઠીત અખબારે પણ લીધી છે. ગોપાલ વસ્તરપરાનુ નામ લગભગ નીશ્ચીત થતા બાબરા ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

Advertisement

ઉલ્લેખનિય છે કે અમરેલી બેઠક પર આ વખતે ત્રણ દિગ્ગજનો વચ્ચે ટીકીટ માટે મથામણ છે. ગત વિધાનસભાની ચૂંટણી લડેલા બાવકુ ઉઁધાડ, જીલ્લા ભાજપ પ્રમુખ કૌષિક વેકરીયા અને દિગ્ગજ નેતા દિલીપ સંધાણીના પુત્ર મનિષ સંઘાણી વચ્ચે આ વખતે કાંટેકી ટક્કર છે. આ ઉપરાંત સાવર કુંડલામા્ં ભાજપની ટીકીટ ઓપન છે. કોઈ પણ ઉમેદવાર ટિકીટ મેળવી શકે. યુવા ચહેરાઓમાં સુરેશ પાનસુરિયા અને વિપુલ દુધાત છે, તો જુના જોગીઓમાં વિ.વિ. વધાશિયા અને કમલેશ કાનાણી છે. ધારીમાં જે.વિ.કાકડિયા સો ટકા ફાઈનલ નામ છે. તેમની લોકપ્રિયતા, તેમનો પેટા ચૂંટણીમાં થયેલો વિજય વગેરે તેમની ફેવરમાં છે.

Advertisement

આ ઉપરાંત રાજુલા જાફરાબાદમાં પણ સ્થીતી થોડી પ્રવાહી ગણી શકાય. ગત ચૂંટણીમાં હાર્દીકની અસર આ વિસ્તારમાં નહી હોવા છતા યુવાન અંબરિશ ડેરે ભાજપના રાજ્યના કેટલાક સૌથી જાયન્ટ નેતા ગણાય એવા હિરા સોલંકીને શિકસ્ત આપી સૌને ચોંકાવી દીધા હતા. આ વખતે ભાજપ હિરા સોલંકીને રીપીટ કરશે તેવુ લાગી રહ્યું છે કારણ કે સ્થાનીક સંગઠન સંપુર્ણ પણે હિરા સોલંકીની ફેવરમાં છે. આ ઉપરાંત કોળી સમાજના પ્રમુખ કરણ બારૈયા પણ દાવેદારી ઠોકી રહ્યાં છે. આહિર .સમાજના પીઠા નકુમ અને રાજુલા નગરપાલિકાના પુર્વ પ્રમુખ રવુભાઈ ખુમાણ પણ ભાજપમાં દાવ અજમાવી રહ્યાં છે…

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!