32 C
Ahmedabad
Friday, April 19, 2024

સાકરીયા હનુમાન મંદિરમાં અદભુત આતશબાજીનો અદભૂત Video જુઓ : કાળી ચૌદશે સુતેલા હનુમાનના દર્શનાર્થે સાંજે ભક્તોની ભારે ભીડ


Advertisement

કાળી ચૌદશના હનુમાનજી-શનિ મહારાજ, મહાકાળી, ક્ષેત્રપાળ-ભૈરવની ઉપાસના માટે ઉત્તમ દિવસ છે. દિવાળી તહેવારના કાળી ચૌદસ નિમિત્તે લોકો વિવિધ રીતે પૂજાપાઠ કરતા હોય છે. ત્યારે આ દિવસે વિશેષરૂપે હનુમાનજી કાળભૈરવ અને મહાકાળી માતાની આજના દિવસે પૂજા કરવામાં આવે છે. મોડાસા તાલુકામાં આવેલા સાકરીયા ગામે રાજ્યનું એક માત્ર સુતેલા હનુમાનજીનું અતિપ્રાચીન ભીડભંજન મંદિરે કાળી ચૌદશ નિમિત્તે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું

Advertisement

Advertisement

શાસ્ત્રવિદોના મતે કાળી ચૌદશે શક્તિના કાળી રૂપને પૂજવામાં આવે છે તેમજ આ દિવસ તંત્ર-મંત્રની ઉપાસના માટે ઉત્તમ ગણવામાં આવે છે.કાળી ચૌદશે અનેક લોકો ઘરમાંથી કકળાટ કાઢે છે સાકરીયા ગામે અલભ્ય સુતેલા હનુમાન દાદાના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાના હનુમાન મંદિરોમાં કાળી ચૌદશે વિશેષ પૂજા અને યજ્ઞનું આયોજન કરવામાં આવતા ભક્તો હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

Advertisement

Advertisement

કાળી ચૌદશે સાકરીયા સુતેલા હનુમાન દાદાના સાંજના સુમારે દર્શનનો વિશેષ મહિમા હોવાથી મોડાસા સહીત આજુબાજુના પંથકમાં હનુમાન ભક્તો મોટી સંખ્યામાં મંદિરમાં ઉમટ્યા હતા અને દાદાના દર્શનનો લ્હાવો લીધો હતો મંદિર પરિસરમાં કાળી ચૌદશના દિવસે ભવ્ય આતશબાજી થતા સમગ્ર વિસ્તારમાં આકાશી રોશનીનો અદભુત નજારો જોવા મળ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!