29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ધર્મ / જ્યોતિષ અરવલ્લી: મોડાસાના રોકડિયા હનુમાન મંદિરે યજ્ઞ યોજાયો, મોડી રાત્રે ભક્તોની ભીડ

અરવલ્લી: મોડાસાના રોકડિયા હનુમાન મંદિરે યજ્ઞ યોજાયો, મોડી રાત્રે ભક્તોની ભીડ

0
188

કાળી ચૌદસના પર્વને લઇને અરવલ્લી જિલ્લાના વિવિધ હનુમાનજી મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. કાળી ચૌદસના દિવસે હનુમાનજીની વિશેષ પૂજા કરવાની એક માન્યતા છે આજે પણ યથાવત જોવા મળે છે. જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ, ધનસુરા સહિતના તાલુકાના હનુમાન મંદિરો ભક્તોથી ઉભરાઈ આવ્યા હતા. ઠેર ઠેર મારૂતિ યજ્ઞોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસાના રોકડિયા હનુમાનજી મંદિર ખાતે મારૂતિ યજ્ઞ યોજાયો હતો,જેમામ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા અને યજ્ઞમાં જોડાયા હતા. આ સાથે જ હનુમાનજીને તેલ ચઢાવી ધન્યતા અનુભવી હતી.શનિવારે કાળી ચૌદસના દિવસે શહેરના જાણીતા નાના-મોટા તમામ હનુમાનજી અને શનિમંદિરોમાં ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી. કાળી ચૌદસ નિમિત્તે મંદિરોમાં હવના-આહુતિના પણ આયોજનો કરવામાં આવ્યા હતાં. વહેલી સવારથી મોડીરાત સુધી ભક્તોની મોટી ભીડ તમામ મંદિરોમાં ઉમટી પડી હતી. સિવાય પણ કેટલાક સ્થળોએ જાહેર હવનના આયોજનો કરાયા હતાં. કેમ્પ હનુમાન મંદિર સહિતના જાણીતા મંદિરોમાં સાંજ પછી ભારે ભીડ જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!