37 C
Ahmedabad
Friday, April 26, 2024

અરવલ્લી જિલ્લામાં ગાંજાનું વાવેતર CID એ પકડી પાડ્યું, એક સપ્તાહમાં બીજી ઘટના


અરવલ્લી જિલ્લામાં ગાંજાનું વાવેતર મોટાપાયે કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે એક સપ્તાહમાં જિલ્લામાં બીજી જગ્યાએથી ગાંજાનું વાવેતર મળી આવતા પોલિસે દંગ રહી ગઇ છે. ધનસુરા પંથકમાંથી પોલિસે ગાંજાનું વાવેતર પકડી પાડીને એક વ્યક્તિની ધરપકડ કરી છે.
ધનસુરા તાલુકાના પોયડા ગામેથી પોલિસે ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર ગાંજાના વાવેતરનો પર્દાફાશ કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. સીઆઇડી ક્રાઈમની ટીમને બાતમી હતી કે, ધનસુરા તાલુકામાં કોઈ ખેડૂતે ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું છે.  સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે  ધનસુરા તાલુકાના પોયડા ગામે તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે એક ખેતરમાંથી એરંડાની ખેતીની સાથે ગાંજાનું વાવેતર કરેલું મળી આવ્યું હતું. પોલિસે તપાસ કરતા 1.86 લાખની બજાર કિંમતના મૂલ્યના ગાંજાના 11 છોડ ઝડપ્યા હતા. ગાંજાનું વાવેતર કરનાર એક શખ્સની પણ પોલિસે ધરપકડ કરી છે. એક સપ્તાહમાં સતત બીજી ગાંજાની ખેતી પોલીસે જ ઝડપી છે.

Advertisement

Advertisement

આ પહેલા અરવલ્લી જિલ્લાના બાયડ નજીક આવેલા વાઘવલ્લામાં 11 ખેતરમાંથી 2 કરોડ કરતા વધુનો ગાંજો ઝડપાયા બાદ  વધુ એક વખત ગાંજાનું ખેતરમાંથી વાવેતર ઝડપાયું છે. 

Advertisement

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!