33 C
Ahmedabad
Friday, April 19, 2024

અરવલ્લી જિલ્લાના બજારો ગ્રાહકોથી ઉભરાયા, મોડી રાત્રી સુધી ખરીદી માટે ભારે ભીડ


Advertisement

કોરોના પછી પ્રથમવાર દિવાળીના પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી રહી છે ત્યારે આ વખતે ખરીદી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોંઘવારી વચ્ચે અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર ખરીદી કરવા માટે દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા, ધનસુરા અને બાયડમાં મોડી રાત્રી સુધી દુકાનોમાં ઘરાકી જોવા મળી હતી.

Advertisement

આ વર્ષે ફટાકડાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તેમ છતાં ખરીદી કરવામાં લોકોએ થોડીપણ કચાશ રાખી નહોતી અને મનમુકીને ખરીદી કરવા માટે પહોંચ્યા હતા. દિવાળીના દિવસે પણ લોકો ખરીદી કરવા માટે નજીકના નગરોમાં પહોંચશે. જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી ખરીદી કરવા માટે ગ્રાહકોનો ધસારો જોવા મળતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. મોડી રાત્રી સુધી પોલિસની ટીમ મોડાસાના મહાલક્ષ્મી ટાઉન હોલ ચાર રસ્તા ખાતે તૈનાત કરાઈ હતી.

Advertisement

Advertisement

શહેરના અલગ અલગ વિસ્તારોમાં મીઠાઈની ખરીદી અને ફટાકડાની ખરીદી કરવા માટે ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો હતો. મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ અને મેઘરજ રોડ પર શરૂ કરવામાં આવેલા ફટાકડા સ્ટોલ પર ગ્રાહકોની ભારે ભીડ જામી હતી તો કપડાની ખરીદી કરવા માટે પણ દુકાનો ગ્રાહકોથી ભરાઈ ગઇ હતી. છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે લોકોનો ધસારો જોવા મળ્યો હતો.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!