27 C
Ahmedabad
Thursday, April 25, 2024

મોંઘવારીની માર વચ્ચે શો-રૂમમાં ચિઠ્ઠી વ્યવહારથી ‘ટેક્સ ચોરીનો તહેવાર..!!!’ પૂરા પૈસા લઇને બોગસ બિલિંગનો ખેલ..!!


આ વર્ષે દિવાળીનો તહેવાર હર્ષોલ્લાસ સાથે મનાવાઈ રહ્યો છે, ગ્રાહકો ખરીદીમાં મસ્ત થયા છે પણ તેઓ લૂંટાઈ રહ્યા છે, વેપારીઓ તેમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે પણ ગ્રાહકને કંઈ જ ખ્યાલ આવતો નથી ને GST ના નામે કરોડો રૂપિયની ટેક્સ ચોરી થઇ રહી છે. અરવલ્લી જિલ્લામાં ઠેર-ઠેર ચપ્પલ, ગારમેન્ટ્સ તેમજ ફટાકડાની દુકાનોમાં ખરીદી કરવા માટે ગ્રાહકો પહોંચી રહ્યા છે અને ગયા વર્ષની સરખામણીએ બમણો ભાવ ચુકવી રહ્યા છે પણ વેપારીઓ ચિઠ્ઠી વ્યવહાર કરીને બોગસ બિલિંગને પ્રોત્સાહન આપી રહ્યા હોવાની બૂમો ઉઠવા પામી છે.

Advertisement

અરવલ્લી જિલ્લાના મોડાસામાં ઠેર-ઠેર દુકાનો હાલ ગ્રાહકોથી ઉભરાઈ રહી છે અને મનમુકીને ગ્રાહકો ખરીદી કરી રહ્યા છે, તો બીજી બાજુ બ્રાન્ડેડ કંપનીઓનો સ્ટોક ગ્રાહકોને પધરાવાઈ રહ્યો છે અને તેની સામે માત્ર ચિઠ્ઠી આપીને બોગસ બિલિંગનો ખેલ રચવામાં આવી રહ્યો છે. ગ્રાહકો મોટા-મોટા શો-રૂમ માં ગ્રાહકો ખરીદી કરતા નજરે પડે છેપણ તેઓ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે.

Advertisement

આ વર્ષે  તમામ ચીજવસ્તુઓના ભાવ વધી ગયા છે અને ટેક્સ ચોરી કરીને પોતાના ખિસ્સાઓ ભરવામાં વેપારીઓ મસ્ત બન્યા હોય તવી પણ ચર્ચાઓએ જોર પકડતા હવે મોંઘવારીનો માર ગ્રાહકોએ તો સહન કરવો જ રહ્યો તેવું સ્પષ્ટ લાગે છે. એક બાજુ દિવાળીનો તહેવારમાં નાના તેમજ મધ્ય પરિવારો ખરીદી કરવા મજબૂર બન્યા છે પણ પૂરા પૈસા લઇને વેપારીઓ બોગસ બિલિંગ કરીને સરકારને કરોડો રૂપિયાનો ચુનો લગાવી રહ્યા હોવાની બૂમરાડ પડી રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!