37.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત એકમાત્ર શામળાજી વિષ્ણુ મંદિર ગ્રહણ સમયે ખુલ્લું રહેશે, શામળિયાના સાનિધ્યમાં જાપનું મહત્વ

એકમાત્ર શામળાજી વિષ્ણુ મંદિર ગ્રહણ સમયે ખુલ્લું રહેશે, શામળિયાના સાનિધ્યમાં જાપનું મહત્વ

0
192

સૂર્ય કે ચંદ્ર ગ્રહણ હોય એ સમયે દેવી દેવતાઓના મંદિરો ભક્તોને દર્શન માટે બંધ રહેતા હોય છે, આ વચ્ચે ગુજરાતનું એકમાત્ર અરવલ્લી જિલ્લાની ગીરીમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાનું મંદિર ગ્રહણ સમયે ખુલ્લુ રહેશે.
દિવાળીના બીજા દિવસે પડતર દિવસ છે અને આ દિવસે સૂર્યગ્રહણ પણ છે. સૂર્યગ્રહણના દિવસે અરવલ્લી જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે. પડતર દિવસ એટલે કે મંગળવારના રોજ સૂર્યગ્રહણ સાંજે 4.15 કલાકે બેસશે અને સાંજે 6.25 કલાકે ગ્રહણ મોક્ષ થશે. ગ્રહણનો કુલ સમય 1 કલાક અને 54 મિનિટનો છે. આ સમય દરમિયાન શાસ્ત્ર અનુસાર ભગવાનના સન્મુખ બેસી જાપ કરવાથી 100 ગણું ફળ મળે છે. મંત્ર જાપ અનુષ્ઠાનનું ખૂબ મહત્વ વર્ણવ્યું છે. ત્યારે એક માત્ર યાત્રાધામ શામળાજીમાં ગ્રહણ પર્વે ભગવાનનું મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!