37 C
Ahmedabad
Friday, April 26, 2024

દિવાળીના પર્વને લઇને રતનપુર આંતરરાજ્ય સીમા પર પોલિસનો ચાંપતો બંદોબસ્ત, દારૂની હેરાફેરી પર બાજ નજર


દિવાળીના પર્વને લઇને રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં આવતા હોય છે ત્યારે રાજસ્થાન-ગુજરાત આંતરરાજ્ય સીમા પર પોલિસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ પોલિસે પકડી પાડ્યો હતો ત્યારે અરવલ્લી જિલ્લાની રતનપુર આંતરરાજ્ય સીમા પર પોલિસ નજર રાખી રહી છે અને આવતા-જતાં વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

Advertisement

તહેવારો અને ચૂંટણીઓને લઇને વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસાડવાના બુટલેગરોના મનસુબા પર અરવલ્લી જિલ્લા પોલિસ પાણી ફેરવી રહી છે. જિલ્લા પોલિસ વડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ રતનપુર શામળાજી સીમા પર પોલિસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બુટલેગરો સક્રિય થતાં અરવલ્લી જિલ્લા પોલિસ પણ સતર્ક બની છે.

Advertisement

અરવલ્લી જિલ્લા પોલિસે છેલ્લા વીસ દિવસમાં 66 લાખ રૂપિયાનો વિદેશી દારૂ શામળાજી બોર્ડર પરથી પકડી પાડ્યો છે. આ સાથે જ ઓક્ટોબર મહિનામાં પોલિસે 1.39 કરોડ રૂપિયાનો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કરીને 27 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!