29.2 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ અરવલ્લી : LCBએ બુટલેગરોની દિવાળીમાં દારૂની રેલમછેલ કરવાના મનસૂબા પર પાણી ફેરવ્યું,...

અરવલ્લી : LCBએ બુટલેગરોની દિવાળીમાં દારૂની રેલમછેલ કરવાના મનસૂબા પર પાણી ફેરવ્યું, બે પીકઅપ ડાલામાંથી લાખ્ખોનો દારૂ ઝડપ્યો

0
172

રાજ્યમાં કડક દારૂબંધીની અમલવારીની વાતો વચ્ચે વિદેશી દારૂ પીવાના શોખીનો દારૂ પીવાના બહાના બનાવી વર્ષે દહાડે અબજો રૂપિયાનો દારૂ ઘટઘટાવી રહ્યા છે રાજ્યમાં તહેવાર ટાણે દારૂ પીવાનું ચલણ વધી રહ્યું છે દિવાળી પર્વમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો અધીરા બન્યા છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે બુટલેગરોના નિતનવા નુસ્ખા નાકામીયાબ થઇ રહ્યા છે.અરવલ્લી SP સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી છેલ્લા 25 દિવસમાં 70 લાખથી વધુનો શરાબ ઝડપી લીધો છે અરવલ્લી એલસીબી પોલીસે શામળાજીના શામળપુર નજીક અને મોડાસાના જીવણપૂર નજીક બે પીકઅપ ડાલામાં 7 લાખથી વધુનો વિદેશી દારૂ સાથે અમદાવાદના બે બુટલેગરોને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

અરવલ્લી એલસીબી પીઆઇ કે.ડી.ગોહીલ અને તેમની ટીમે મોડાસા-શામળાજી રોડ પરથી જુદા-જુદા વિસ્તારમાંથી બે પીકઅપ ડાલામાં ભરેલો વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં જપ્ત કર્યો હતો શામળાજીના શામળપુર નજીકથી રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ભરી પસાર થતા પીકઅપ ડાલાને અટકાવી 1788 બોટલ વિદેશી દારૂ, પીકપડાલુ અને મોબાઇલ મળી 8.61 લાખથી વધુના મુદ્દમાલ સાથે સુરભા ભીખુભા ઝાલા (દરબાર નગરના ઝુંપડા,મણીનગર-અમદાવાદ) ને દબોચી લીધો હતો અન્ય એક પીકઅપ ડાલુ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જીવણપુર નજીકથી બાતમીના આધારે અટકાવી 3.60 લાખનો દારૂ જપ્ત કરી દારૂ, મોબાઈલ અને ડાલું મળી 8.61 નો મુદ્દામાલ જપ્ત કરી પીકઅપ ડાલામાં દારૂની ખેપ મારી રહેલા બુટલેગર સલીમ ઉસ્માન સુમરા (રહે,555 સરખેજ રોઝા પાણીની ટાંકી પાસે,અમદાવાદ)ને દબોચી લઇ બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!