34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લી: માત્ર 2500 રૂપિયાની ઉધરાણીમાં યુવાનનો હાથ કાપી નાખ્યો! દિવાળીની ટાણે અસામાજિક...

અરવલ્લી: માત્ર 2500 રૂપિયાની ઉધરાણીમાં યુવાનનો હાથ કાપી નાખ્યો! દિવાળીની ટાણે અસામાજિક તત્વો બેફામ બન્યા

0
187

બાયડ રોડ પર યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. દિવાળીની રાતે જ અસામાજિક તત્વો બેફામ બન્યા હતા અને મોડી રાત્રે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી આતંક મચાવ્યો હતો. પૈસાની લેતીદેતી મામલે યુવાન પર હુમલો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, માત્ર 2500 રૂપિયાની ઉઘરાણીમાં યુવાન પર હુમલો કરી તેનો હાથ કાપી નાંખવામાં આવ્યો છે. હાલ યુવાનને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. જ્યારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવાળીની રાતે અનેક જગ્યાએ રક્તરંજીત ઘટનાઓ સામે આવી છે, ત્યારે અરવલ્લીના બાયડ રોડ પર પણ અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. દિવાળીની મોડી રાતે આરોપી અને ઇજાગ્રસ્ત યુવાન વચ્ચે પૈસાની લેતીદેતી મામલે બબાલ થઇ હતી. જે દરમિયાન ઉશ્કેરાયેલા આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે યુવાન પર હુમલો કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર શૈલેષ બારોટ નામના શખ્સે પૈસાની લેતીદેતીમાં યુવક પર હુમલો કર્યો હતો. માત્ર 2500ની ઉઘરાણીની બાબતમાં યુવકનો હાથ કાપી નાખ્યામાં આવ્યો છે. ઘટનામાં ઘાયલ યુવકને સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડાયો છે. જે બાદ બાયડ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ચોપડે આ ઘટના નોંધાઈ ન હોવાનું બાયડ પીએસઓએ જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!