19 C
Ahmedabad
Tuesday, November 28, 2023

નૂતનવર્ષાભિનંદન: CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર પંચદેવ મંદિરે દર્શન કરી નવા વર્ષની શરૂઆત


ગુજરાતમાં તહેવારો વચ્ચે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દિવાળીના પર્વને લઇને નેતાઓએ લોકસપંર્ક વધારી દીધો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષના દિવસે ગાંધીનગર ખાતે પંચદેવ મંદિરે દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી હતી. વિક્રમ સંવત 2079ના શુભાંરભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિર ખાતે ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા. તેઓ વહેલી સવારે જ આ મંદિર ખાતે પહોંચી ભગવાન સામે હિન્દુ નવવર્ષે પ્રાર્થના કરી હતી. તમને જણાવી દઈએ કે અત્યારે ભાજપ પણ ચૂંટણી પ્રચારને લઈને સુપર એક્ટિવ છે, ત્યારે બીજી બાજુ ભૂપેન્દ્ર પટેલ દરેક નાગરિકની સુખાકારી માટે મંદિરે પ્રાર્થના કરવા પહોંચ્યા છે.
સંવત 2079ની શરૂઆત ગુજરાતમાં સુખાકારીરૂપ રહે એના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના પંચદેવ મંદિરે આવ્યા હતા. અહીં વહેલી સવારે તેમણે ભગવાનના દર્શન કર્યા અને આરતી ઉતારી હતી. એટલું જ નહીં આની સાથે તેમણે રાજ્યના દરેક નાગરિકના સ્વાસ્થ્ય, પ્રગતિ, વિકાસ અને સુખ શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આની સાથે મંદિર પરિસરમાં હાજર તમામ નાગરિકોને તેમણે નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.


Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!