39 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી : શામળાજીના ગ્રામ્ય વિસ્તારમાંથી ફટાકડા વધુ અપાવું કહી 6 વર્ષની બાળકીનું નરાધમે અપહરણ કરતા ચકચાર


બાળકીના પરિવારજનોએ શોધખોળ હાથધરતાં નરાધમે ગણતરીના કલાકોમાં આરોપીએ બાળકીને તેના ઘરે મૂકી ફરાર
6 વર્ષની બાળકીનું અપહરણ થતા શામળાજી અને એલસીબી પોલીસમાં દોડધામ, નરાધમને ઝડપી પાડવા ટિમો બનાવી
ગુજરાતમાં બાળકીઓને ઉઠાવી જઈ દુષ્કર્મ આચરવાની અને હત્યા કરી આવાવરૂં સ્થળે છોડી દેવાની ઘટનાઓ સતત બનતી રહે છે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં ઘર આગળ બાળકો સાથે ફટાકડા ફોડતી બાળકીનું એક નરાધમે દુષ્કર્મ આચરવાના ઇરાદે અપહરણ કરતા ભારે ચકચાર મચી હતી પરિવારજનોએ શોધખોળ હાથધરતા કડવથ ગામનો નરાધમ બાળકીને તેના જ ઘરે મૂકી ફરાર થઇ જતા બાળકીના પરિવારજનો બાળકીને ઘરે લઇ આવ્યા હતા શામળાજી પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ઘટનાની ગંભીરતા સમજી જીલ્લા પોલીસવડાએ એલસીબી પોલીસને તપાસ સોંપી હતી
શામળાજી નજીકના ગ્રામ્ય વિસ્તારના અને સુરત રહેતો એક પરિવાર દિવાળી પર્વમાં વતનમાં તહેવારની ઉજવણી માટે આવ્યો છે દિવાળીના દિવસે સાંજના સમયે આ પરિવારના બાળકો અન્ય પરિવારના બાળકો સાથે ઘર નજીક ફટાકડા ફોડતા હતા ત્યારે કડવથ ગામનો એક નરાધમ યુવક બાળકો પાસે પહોંચી 6 વર્ષની બાળાને વધુ ફટાકડાની લાલચ આપી અપહરણ કરી ફરાર થઇ ગયો હતો
ઘર આગળ રમતી 6 વર્ષની બાળા જોવા ન મળતા તેની માતાએ અન્ય બાળકોની પૂછતા કડવથનો મગન ડોડીયાર નામનો નરાધમ બાળકીને વધુ ફટાકડા આપવાનું કહી લઈ ગયો હોવાનું જણાવતા બાળકની માતા હોફળી ફોફળી બની પરિવારજનોને જાણ કરતા તાબડતોડ શોધખોળ હાથધરી યુવકના ઘરે પણ જાણ કરતા તેના પરિવારજનોએ શોધખોળમાં જોતરાયા હતા નરાધમ યુવકને બાળકીના પરિવારજનો અને સગા-સબંધીઓ શોધતા હોવાની જાણ થતા કડવથ ગામમાં તેના ઘરે મૂકી ને ફરાર થઇ ગયો હતો બાળકીનો છુટકારો થતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો
શામળાજી પોલીસે અપહત્ય બાળકીની માતાની ફરિયાદના આધારે કડવથ ગામના મગન જીવા ડોડીયાર સામે ઇપીકો કલમ-363,366 અને પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!