35 C
Ahmedabad
Wednesday, April 24, 2024

રાજ્યના 16 આરોગ્ય અધિકારીઓની બદલી, ચૂંટણી પહેલા આરોગ્ય વિભાગમાં મોટો ફેરફાર


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા બદલીઓનો દોર યથાવત  જોવા મળી રહ્યો છે. હાલમાં આઈ.પી.એસ. અધિકારીઓની બદલી પછી હવે આરોગ્ય વિભાગમાં બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે એકસાથે 16 જેટલા જિલ્લા આરોગ્ય અધિકારીની બદલીનો આદેશ કર્યો છે. જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO)ઓમાં પોરબંદરના ડો.કવિતા જે. દવેને મોરબી, બનાસકાંઠા પાલનપુરના ડો.એસ.એમ. દવેને પોરબંદર, અમરેલીના ડો. જયેશ એચ. પટેલને બનાસકાંઠા પાલનપુર, ગીર સોમનાથના ડો.એચ. એચ. ભાયાને જામનગર, બોટાદના ડો.રાજેન્દ્ર રંગુનવાલાને નવસારી, કચ્છ ભુજના ડો.જનકકુમાર માઢકને નર્મદા, અને સુરતના ડો. હસમુખ જે. ચૌધરીને કચ્છ ભુજ, મોરબીના ડો.જે.એમ. કતિરાને અમરેલી મુકવામાં આવ્યા છે.અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.જી. શ્રીમાળીને બાવળા ખાતે એસોસિએટ પ્રોફેસર, વિભાગીય તાલીમ કેન્દ્ર, અમદાવાદ જિલ્લા ખાતે કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં થોડ વર્ષ અગાઉ બદલી થઇને આવેલા જિલ્લા આરોગ્ય અધિકારી કેટલાય સમયથી બદલીની માંગ કરતા હતા, એટલુ જ નહીં જિલ્લા આરોગ્ય વિભાગમાં કેટલાય સમયથી અંદરો-અંદર વિવાદોના સૂર પણ જોવા મળ્યા હતા. ગાંધીનગરથી આરોગ્ય વિભાગમાં તપાસ પણ આવી હતી ત્યારે હવે જિલ્લા આરોગ્ય અધિકારીની બદલી થતાં જગ્યા ખાલી રહેશે કે શું તે એક સલાલ છે.બદલી થયેલા રાજ્યના જિલ્લા આરોગ્ય અધિકારીઓના નામ અને જગ્યા

Advertisement

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!