20 C
Ahmedabad
Monday, March 4, 2024

પંચમહાલ: નાંદરવા ખાતે સર્વ સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ આવતીકાલે દશામાંના મંદિર ના પંટાગણમાં યોજાશે


શહેરા તાલુકાના નાદરવા ખાતે સર્વ સમાજનો સ્નેહમિલનના ભવ્ય કાર્યક્રમનું આયોજન આવતીકાલે કરવામાં આવ્યુ છે, જેમાં શહેરા સહિત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, તેમજ અન્ય સમાજંના અગ્રણીઓ યુવાનો ઉપસ્થિત રહેશે. નાંદરવા દશામાના મંદિરના પટાગણમાં યોજાનારા આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. સ્નેહમિલનમાં સૌને નવા વર્ષના શુભકામનાઓ પાઠવામાં આવશે.પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે સર્વ સમાજનો પ્રથમવાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાંદરવા ખાતે આવેલા દશામાના મંદિરના પટાંગણમાં યોજનારા સ્નેહમિલનના કાર્યક્રમને લઈને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેમાં વિશાળ સમિયાણો તૈયાર કરવામાં આવી રહ્યો છે.આ ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં ખાતુભાઈ પગી સહિત અન્ય સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. અને સૌને મળીને નવા વર્ષની પણ શુભકામનાઓ પાઠવશે.સાથે અન્ય સમાજના લોકો,ગ્રામ્ય વિસ્તારના સરપંચો,ચૂટાયેલા પ્રતિનિધીઓ, સહિત મહિલાઓ પણ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!