27 C
Ahmedabad
Wednesday, April 24, 2024

મોડાસાના વેપારીએ ભેગું કરેલું 8 લાખનું ધન ધનતેરસના દિવસે જ ચોરાયું : ન્યુ-લક્ષ્મી નગર સોસાયટીમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા


મોડાસા શહેરમાં તસ્કરોએ જાણે પડાવ નાખ્યો હોય તેમ સતત બંધ મકાનને નિશાન બનાવી લાખ્ખો રૂપિયાની ચોરી કરીની ઘટનાને અંજામ આપી પોલીસતંત્રને પડકાર આપી રહ્યા છે તહેવાર ટાણે શહેરમાં રહેતા લોકો ઉજવણી માટે વતનમાં જતા હોવાથી તસ્કર ટોળકીને મોકળું મેદાન મળી રહેતા બંધ મકાનને નિશાન બનાવી લાખ્ખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ જતા હોય છે શહેરમાં નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવેની લોક માંગ પ્રબળ બની છેમોડાસા શહેરના માલપુર રોડ પર આવેલી ન્યુ- લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા અને ઇલોક્ટ્રોનીક શો-રૂમ ધરાવતા વેપારી દિવાળીના તહેવારમાં બાયડ વતનમાં જતા બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી 8 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતા વેપારીએ ભેગું કરેલ ધન ધનતેરસના દિવસે જ ચોરી થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું મોડાસા ટાઉન પોલીસે પ્રાથમીક તપાસ હાથધરી ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતામોડાસાના માલપુર રોડ પર આવેલી ન્યુ-લક્ષ્મી નગર સોસાયટીમાં રહેતા મંથન ભરતભાઈ પટેલ શહેરમાં ઇલેક્ટ્રોનિક શો-રૂમ ધરાવે છે દિવાળી પર્વમાં પરિવાર સાથે બાયડ ગયા હતા તસ્કરોને ખો આપવા ઘરમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સ્ટોર રૂમમાં અનાજના પીપમાં મુક્યા હતા તસ્કરોએ બંધ મકાનનો નકુચો તોડી ઘરમાં રહેલા કબાટને તિજોરી ફંફોસી કઈ ન મળતા તસ્કરો પણ હવે લોકો ચાલક હોય સ્ટોર રૂમમાં પડેલ પીપડાને ફંફોસતા જેકપોટ મળ્યો હોય તેમ લાખ્ખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને 64 હજાર રોકડ રકમ મળી અંદાજે 8 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરીની ઘટનાના પગલે ટાઉન પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી હતીમોડાસા ટાઉન પોલીસે મંથનભાઈ ભરતભાઈ પટેલની ફરિયાદના આધારે અજાણ્યા ચોર-ઈસમો સામે લાખ્ખો રૂપિયાની ચોરીનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!