32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી: ભિલોડા ખલવાડ-ઘાંટીમાં રસ્તાનું લોકાર્પણ કરાયું

અરવલ્લી: ભિલોડા ખલવાડ-ઘાંટીમાં રસ્તાનું લોકાર્પણ કરાયું

0
211

ભિલોડા ખલવાડ – ઘાંટી ગામના સીમાડાના નાળિયામાં રસ્તાનું લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવેલ જે ખલવાડ – ઘાંટી ગામના ગ્રામજનોને રસ્તા બાબતે ખુબ જ તકલીફ પડતી હોવાથી,ખલવાડ ગામના સરપંચે આ રસ્તા બાબતની માંગણી અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખને લેખીત જાણ કરતા પ્રમુખ લાલસિંહ ચૌહાણે આ રસ્તાની માંગણીને ત્વરિત ધ્યાને લઈ ₹ 5,00,000/-  ની માતબર ગ્રાન્ટ મંજુર કરી આપતા,ખલવાડ-ઘાંટી ગામના ગ્રામજનોની માંગણી અને લાગણી સ્વીકારી રસ્તાની ગ્રાન્ટ મંજુર કરતા સૌ-એ પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો.નવા વર્ષની હાર્દિક શુભ કામનાઓ પાઠવતા સૌ-એ સહર્ષ ઉલ્લાસભેર પોતાની જરૂરિયાતો પુરી થતા રસ્તાનું ખાતમુહુર્તમાં હાજરી આપી જીલ્લા પ્રમુખનો અને ખલવાડ ગ્રામ પંચાયત સરપંચનો આભાર વ્યક્ત કર્યો હતો.નવિન રસ્તાના
ખાતમુહુર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત યુવા નેતા વિરભદ્રસિંહ ચૌહાણ,ખલવાડ ગામના પૂર્વ સરપંચ અશ્વિનભાઈ કલાસવા,ઘાંટી ગામના આગેવાનો,યુવાનોએ હાજરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!