35 C
Ahmedabad
Saturday, April 20, 2024

સર્વ સમાજને એકસાથે રાખનાર અને શિક્ષણનો વ્યાપ વધારનાર ડો. અશોક શ્રોફે ઈડર બેઠક પર નોંધાવી દાવેદારી


આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરેલી સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાની ઈડર વિધાનભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા, પણ કેટલાક એવા ઉમેદવારો પણ પહોંચી રહ્યા છે કે, જેઓ સમાજ અને જન-જન ને સાથે રાખીને ચાલનાર છે. શિક્ષિત વ્યક્તિઓ આ વખતે પોતાની ઉમેદવારી નોંધાવવામાં ઘણો રસ દાખવી રહ્યા છે, આ વચ્ચે અરવલ્લી જિલ્લાની એકમાત્ર શ્રી.એન.એસ. પટેલ લો કોલેજના પ્રોફેસર ડોક્ટર અશોક શ્રોફ એ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે.વિધાનસભાની ચૂંટણીઓમાં સાબરકાંઠા જિલ્લાની ઈડર બેઠક પર હાલ અભિનેતા હિતુ કનોડિયા ધારાસભ્ય તરીકે કાર્યરત છે પણ આ વખતે કદાચ રીપિટ થયા તેવા સંકેતો વચ્ચે મોટી સંખ્યામાં કાર્યકરો પોતાની દાવેદારો કરી રહ્યા છે. આ વચ્ચે મોડાસાની શ્રી. એન.એસ.પટેલ લો કોલેજના પ્રોફેસર અશોક શ્રોફ પણ ઈડર વિધાનસભા બેઠક માટે ઉમેદવારી માટે પહોંચ્યા હતા. અશોક શ્રોફ કે જેઓ શિક્ષાનું જ્ઞાન પિરસનાર છે અને સર્વ સમાજને સાથે રાખનાર વ્યક્તિ છે. કાયદાના જાણકાર અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ડીન પણ છે.

Advertisement

કોણ છે અશોક શ્રોફ

Advertisement
  • મોડાસાની શ્રી. એન.એસ.પટેલ લો કોલેજમાં પ્રાધ્યાપક તરીકે છેલ્લા 16 વર્ષથી કાર્યરત
  • શૈક્ષણિક લાયકાત – B.A., LLB., LLM.(Business Law), LLM. (Criminal Law) GSLET, Ph.D.
  • મોડાસા શહેર ભાજપ સંગઠન ઉપપ્રમુખ
  • ભારત વિકાસ પરિષદ મોડાસાના કારોબારી સભ્ય
  • જાયન્ટ્સ અને જે.સી.આઈ. માં સક્રિય કામગીરી
  • કોરોનાકાળ દરમિયાન અનેક સેવાકિય પ્રવૃત્તિમાં સક્રિય ભૂમિકા
  • હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટમાં સારી છાપ
  • હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં સતત બે વાર ડીન તરીકે વરણી
  • હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ માં કારોબારી સભ્ય
  • વિદ્યાર્થીઓ વચ્ચે રહીને જરૂરી માર્ગદર્શન કરનાર અને સક્રિય રહેનાર પ્રાધ્યાપક

અશોક શ્રોફને ટિકિટ મળે તો જિલ્લાને શું ફાયદો થઇ શકે ?
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં શૈક્ષણિક રીતે ખૂબ જ આગળ છે પણ ઈડર વિસ્તારમાં શિક્ષણ વ્યવસ્થા માટે પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ નથી, ત્યારે શિક્ષણ ક્ષેત્રે ઈડરને મોટો ફાયદો થઇ શકે છે સાથે જ યુનિવર્સિટીની વર્ષોથી જે માંગ છે તે બાબતે પણ વાત આગળ વધી શકે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!